તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The Canal Supplying Drinking Water To The City Of Patan, People Are Polluting My Water By Washing And Bathing. Many Representations Have Been Made To The System But The Result Is Zero.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પાટણ શહેરને પીવાનું પાણી પુરુ પાડતી કેનાલમાં લોકો નાવા-ધોવા ધુબકા મારી પાણીને દુષિત કરે છે, તંત્રને અનેક રજૂઆતો કરાઇ પરંતું પરિણામ શુન્ય

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેદરકાર લોકો દ્વારા પાણીને દુષિત કરતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાનો ડર
  • પાલિકામાં સુફિયાણી વાતો કરતાં સત્તાધીશો કેનાલના પાણીને દૂષિત કરતુ અટકાવા કયારે પ્રયાસ કરશે?: સ્થાનિકોમાં રોષ

પાટણ શહેરને પાણી પુરૂ પાડતા સિદ્ધિ સરોવરમાં જે કેનાલ મારફત નર્મદાનુ પાણી પહોંચાડવામાં આવે છે, તે કેનાલમાં લોકો પોતાની ગાડીઓ સર્વિસ કરી રહ્યા છે. તો ઉનાળાની ગરમીથી બચવા કેટલાક લોકો કેનાલમાં ધુબાકા મારી રહ્યા છે, તો કેટલીક ગૃહિણીઓ પોતાના ગંદાં કપડાઓ, ગોદડાઓ પણ અવાર નવાર ધોવા માટે કેનાલ ઉપર આવતી હોય છે. ત્યારે પાટણનાં નગરજનો કે જેઓ આ પાણીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે ત્યારે પાણીને દુષિત કરતા લોકોમા રોગચાળો ફેલાવવાનો ડર ફેલાયો છે.

પાણીને દુષિત કરતા લોકોને અટકાવવા અગાઉ પાલિકાના શાસનમાં એક ચોકીયાતની નિમણૂક કરવામાં આવી હતી અને તે ચોકીયાતની ફરજ દરમિયાન કેનાલમાં ગાડી સર્વિસ કરવાની કે કેનાલમાં ધુબાકા મારવાની કે મહિલાઓ દ્વારા કપડાં, ગોદડાં ધોવાની હિંમત કરતાં ન હતાં. પરંતુ જ્યારથી પાલિકાની નવી બોડી કાયૅરત બની છે. ત્યારથી કેનાલ ઉપર ફરજ બજાવતા ચોકીયાતને છુટો કરી દેવામાં આવ્યો છે. જેનાં કારણે લોકો મનફાવે તેમ કેનાલના શુધ્ધ પાણીને દુષિત કરી શહેરીજનોનાં આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તો પાલિકાની સુફીયાણી વાતો કરતાં સત્તાધીશો શહેરીજનોના આરોગ્યની ચિંતા સેવી કેનાલના પાણીનો બગાડ કરતાં લોકોને નસિયત કરે તેવી શહેરીજનોની માંગ પ્રબળ બનવા પામી છે.

સમગ્ર પાટણ શહેરને પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં જે કેનાલ મારફત પાણી નર્મદાનું ઠાલવવામાં આવી રહ્યું છે. તે કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના સાધનો સર્વિસ કરતા હોય, મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોય તેમજ ઉનાળાની ગરમીમાં લોકો કેનાલોમાં નાહતા હોય જેને લઇને પાણી દૂષિત થતું હોવાની અને લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બની છે.

ત્યારે અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય મુસ્લીમ બિરાદરો પણ દિવસમાં પાંચ ટાઈમ નમાઝ કરી ખુદાતાલાની બંદગી કરતા હોય ત્યારે આ દુષિત પાણીના કારણે તેઓની આસ્થાને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચતી હોય છે. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદે પણ પાલિકા તંત્રને વિનંતી સાથે અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે કેનાલના શુદ્ધ પાણીને અશુદ્ધ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી આ પ્રવૃત્તિ સદંતર બંધ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ..

તો કેનાલમાં શુદ્ધ પાણીને દૂષિત પાણી કરતા લોકો સામે રોષ વ્યક્ત કરતા પાટણ નગરપાલિકાના વિપક્ષના નેતા ભરતભાઈ ભાટીયાએ પણ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં કોંગ્રેસના શાસન દરમિયાન કેનાલ ઉપર ચોકીદારની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી પરંતુ હાલમાં ભાજપ સાશીત નગરપાલિકા હોય લોકોના આરોગ્યની પરવા કર્યા વિના તેઓ દ્વારા ચોકુયાતને છૂટો કરવામાં આવ્યો છે. જેના કારણે અવારનવાર કેનાલોમાં લોકો પોતાના કપડાં લતા ધોઈ ગાડીઓની સર્વિસ કરી પાણીને પ્રદુષિત કરતા હોય જેને લઇને લોકોમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાલિકાના સત્તાધીશોએ અને ખાસ કરીને ચીફ ઓફિસર દ્વારા કેનાલોમાં ગંદકી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ જણાવ્યું હતું કે, ખાન સરોવરની કેનાલમાં જે લોકો નાહીં રહ્યા છે, વાહનો ધોઈ રહ્યા છે. તેમને રોકવા માટે ફરી ચોકીદાર મુકાશે અને ચીફ ઓફિસર જોડે ચર્ચા કરી છે. આગામી સમયમાં ખુલ્લી કેનાલની જગ્યાએ મોટી પાઇપ લાઇન મુકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો