તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The BJP Coordination Meeting, The Decision Of The President Vice President Of The Palika, Panchayat Was Left To The Region

રાજકારણ:ભાજપ સંકલન બેઠકમાં પાલિકા,પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખનો નિર્ણય પ્રદેશ પર છોડાયો

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 માર્ચે બે પાલિકા,18 માર્ચે 9 તાલુકા પંચાયત અને જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 18 માર્ચને ગુરૂવારના રોજ 11:00 જિલ્લા પંચાયત ખાતે સ્વણિમ ભવન ખાતે યોજાશે. આ ઉપરાંત પાટણ સરસ્વતી સિધ્ધપુર ચાણસ્મા હારીજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પણ 18 માર્ચના રોજ તાલુકા પંચાયત ખાતે સભાખંડમાં યોજાશે. જ્યારે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની 15 માર્ચના રોજ ચૂંટણી યોજાશે.

પાટણ જિલ્લા ભાજપ સંગઠનની સંકલન સમિતિની બેઠક બુધવાર નવા સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં પાટણ અને સિદ્ધપુર બંને નગરપાલિકાઓ ઉપરાંત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચર્ચા થઈ હતી જોકે અન્ય કોઈ વિગતો બહાર આવી નથી અને પ્રદેશ દ્વારા બેઠકના દિવસે જ જે તે પદાધિકારીના નામના મેન્ડેડ મોકલી અપાશેે. પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી જણાવ્યું હતું કે 13 તારીખે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે તેમાં પાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત અંગે સ્થાનિક સંગઠન પદાધિકારી સાથે વિચાર-વિમર્શ કરશે હાલમાં કોઈ નામ નક્કી કરાયા નથી તેમ તેમણે જણાવ્યું હતું

જિલ્લા કોંગ્રેસ પણ તાલુકા પંચાયતો માટે કામે લાગ્યું છે જેમાં સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી છે પક્ષ દ્વારા પદાધિકારીઓ માટે નિર્ણય લેવાયો નથી અવિધિસરની બેઠકો મળી રહી છે પરંતુ હજુ નિર્ણય લેવાયો નથી તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું હતું.

બીલીયા બેઠકના મહિલા સદસ્ય જિ.પં. પ્રમુખ બનશે
જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક નક્કી કરેલી છે. પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 3 બેઠકો સાપ્રા, કુવારા અને બીલીયા બેઠક પર અનુસૂચિત જાતિના મહિલા સદસ્ય છે.જેમાં સાપ્રા અને કુવારા બેઠક પર કોંગ્રેસના મહિલા સદસ્ય છે. અને બીલીયા બેઠક પર ભાજપના મહિલા સદસ્ય છે. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 21 અને કોંગ્રેસ પાસે 11 બેઠક છે. એટલે ભાજપની બહુમતી હોવાથી બીલીયા બેઠકના મહિલા સદસ્ય પ્રમુખ બનશે.

9 તાલુકા પંચાયતમાં પ્રમુખની બેઠકના પ્રકાર

તા. પં.બેઠકનો પ્રકાર
ચાણસ્મા

અનુસૂચિતજાતિ અનામત

સરસ્વતી

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ

સ્ત્રી અનામત
પાટણ

સામાન્ય સ્ત્રી માટે અનામત

રાધનપુર

સામાન્ય સ્ત્રી માટે અનામત

સમી

સામાન્ય સ્ત્રી માટે અનામત

સિધ્ધપુર

સામાન્ય સ્ત્રી માટે અનામત

હારીજ

બિન અનામત સામાન્ય

સાતલપુર

બિન અનામત સામાન્ય

શંખેશ્વર

બિન અનામત સામાન્ય

અન્ય સમાચારો પણ છે...