આશરો:પાટણમાં કડકડતી ઠંડીમાં ગ્રામ પંચાયતના ઓટલે રહેતાં નિરાધાર 70 વર્ષનાં વૃદ્ધાને હારિજ ખસેડાયા

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાને સૂતેલા જોઈ 181 અભયમની ટીમે સુરક્ષિત હારિજ આશ્રયગૃહમાં મુકાયા
  • માજી નિઃસંતાન હોય સગા સંબંધી આશરો ન આપતા 181 અભયમ મદદે આવી

પાટણ નજીક ગામમાં 70 વર્ષના વૃધ્ધા નિસંતાન હોય નિરાધાર હોવા છતાં તેમના સગા સંબંધી પોતાના ઘરમાં રાખવા નામ આપતા કફોડી હાલતમાં મુકાય વૃદ્ધ માજી શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામ પંચાયતના ઓટલા બહાર સુતા હોય દયનીય હાલતમાં જોઇ ગ્રામજન દ્વારા 181 અભયમ ટીમને જાણ કરતા ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

પાટણ 181 અભયમના કાઉન્સેલર કામીનીબેને જણાવ્યું હતું કે શુક્રવારે ગ્રામ પંચાયત બહાર 70 વર્ષના વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી રાત-દિવસ ઠંડીમાં રહેતા હોવાનો કોલ મળતા મહિલા પોલીસ માયાબેન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જેમનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે વૃદ્ધા ના પરિવારમાં દીકરો કે દીકરી નથી. પિયરમાં પણ નજીકનું કોઈ સગું ન હોવાથી પિયરમાં જ દૂરના સગા પાસે રહેતા હતા.શરીરે અશક્ત થઈ ગયા હોય કોઈ કામ કરી શકે તેમ ન હતા. આથી દૂરના સગા માટે તેઓ ભાર સમાન બની ગયા હતા.જેથી પોતાની પાસે રાખવા માંગતા ન હતા. આથી વૃદ્ધા ગ્રામ પંચાયત આગળ જીવન ગુજારતા હતા.

વૃદ્ધાના સંબંધીઓ રાખવા તૈયાર ન થયા
181 અભયમ ટીમ દ્વારા માજીના નજીકના સંબંધીઓને બોલાવીને માજીને સારસંભાળ માટે ઘરે રાખવા માટે સ્નેહપૂર્વક સમજાવ્યા હતાં.છતાં એકપણ સ્નેહીજન તેમને સાથે રાખવા તૈયાર થયા ન હતાં. જેથી ન છૂટકે 181 ટીમ દ્વારા તેમને હારીજ ખાતે લાવી આશ્રય સ્થાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...