તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-2:દામાજી બાગના નામે ઓળખાતા વિસ્તારમાં જ આ બાગ ઉજ્જડ, ઝાડી ઝાંખરાં ઊઘી નિકળ્યાં

પાટણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
દામાજી બાગમાં છત્રપતેશ્વર મહાદેવ મંદિર સિવાય બાગમાં માવજત નથી થ થતાં વેરાન ભાસી રહ્યા છે. - Divya Bhaskar
દામાજી બાગમાં છત્રપતેશ્વર મહાદેવ મંદિર સિવાય બાગમાં માવજત નથી થ થતાં વેરાન ભાસી રહ્યા છે.
 • આ વોર્ડમાંથી ચૂંટાયેલા 3 નેગર સેવકો પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યાં છતાં કંઈ ન વળ્યું
 • સફાઈ અને દબાણનો પ્રાણ પ્રશ્ન છતાં ઉકેલ આવતો નથી, પાણીનો ફોર્સ ઓછો રહેતાં હાલાકી

પાટણ શહેરના વોર્ડ નંબર બે માં રસ્તા પાણી અને લાઈટની સુવિધામાં કોઈ ફરિયાદ નથી. પરંતુ આંતરિક વિસ્તારોમાં દબાણોની ફરિયાદ લોકોએ વ્યક્ત કરી હતી. શહેરના દામાજી બાગના નામે ઓળખાતા આ વોર્ડમાં દામાજી બાગ ઉજ્જડ થઈ ગયો છે. અને ઝાંખરા ઝાડી ઊગી નીકળ્યા છે. અને તેમાં એસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ પણ છે. આ વોર્ડ નગરપાલિકાના ભાજપના બે પૂર્વ પ્રમુખો મનસુખભાઈ પટેલ અને દેવજીભાઈ પરમારનો મત વિસ્તાર છે. જ્યારે પૂરી થયેલી નગરપાલિકાની ટર્મના પ્રમુખ મહેન્દ્ર પટેલ પણ આ વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

પાટણ શહેરના વોર્ડ નંબર 2 માં શારદા સિનેમા, હવેલી મંદિર, ગિરધારી મંદિર દ્વારકાધીશ મંદિર, સત્સંગ હોલ, મૂળેશ્વર મહાદેવ સ્વામિનારાયણ મંદિર જેવા મંદિરો આવેલા છે. રસ્તાઓ સારા બનેલા છે, ખૂણે ખાંચરે સફાઈની તકલીફ રહે છે. રખડતા ઢોરની સમસ્યા રહે છે. પાણીનો ફોર્સ ઓછો વધારો થયા કરે છે. શારદા સિનેમા વિસ્તારમાં મોટર વગર જ પાણી બીજા માળે ચઢી જાય છે એટલે લોકોને શાંતિ છે પરંતુ અઘારા દરવાજા વિસ્તાર આસપાસ અને બહાર પાણીનો ફોર્સ ઓછો થાય છે. આ સિવાય પણ આ વોર્ડમાં સમસ્યાઓ જોવા મળી રહી છે.

ગાયો આખલાથી ડરવું પડે છે
સાલવી વાળા ચોકમાં વયોવૃદ્ધ નટુભાઈ મોદી જણાવે છે કે આ ચોકમાં પહેલાં પાણીની ટાંકી હતી તે તોડી નાખતા હવે ખુલ્લો ચોક થયો છે. જ્યારે પાણીનો હવાડો હતો ત્યાં આગણવાડી બનાવી દેવામાં આવી છે. આવતા જતા રખડતી ગાયો આખલા થી સાચવવું પડે પરંતુ બીજી પ્રાથમિક સમસ્યાઓ નથી .

વોર્ડ નંબર 2 : દામાજી વોર્ડ
પંચાસરા રોડ, ભૈરવ મંદિર પાછળ, છબીલા ચોક, ખોખર વાડો, સુર્યા નગર , ત્રિકમ બારોટની વાવ , દામાજી બાગ , શાહનો પાડો , અઘારા દરવાજા , ઉંચી શેરી , ઘીમટા વિસ્તારનો આ વોર્ડમાં સમાવેશ થાય છે.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક સામાન્ય સ્ત્રી અનામત
બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત
ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ
ચોથી બેઠક : સામાન્ય

પૂર્વ પ્રમુખે તો પાલિકાનું ઉપરાણું લીધું
પાલિકા પૂર્વ પ્રમુખ અને વિસ્તારના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે દબાણ અંગે પોલીસી હોય છે. મહોલ્લાના દબાણો અંગે કલેક્ટરના સ્વાગત ફરિયાદમાં અરજી કરવાની હોય છે. અને તેમાં હુકમ થાય એટલે પાલિકાએ દૂર કરવાના હોય છે. પાલિકામાં પણ રજૂઆત હોવી જરૂરી છે.જાહેર રસ્તા ના દબાણ અંગે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી જ રહી છે.

અઘારા દરવાજાનુ રિનોવેશન કરાવો
અઘારા દરવાજો હેરિટેજ સ્મારક હોઈ નિહાળવા વિદેશી પર્યટકો પણ આવે છે પરંતુ ઉંચી શેરી બહાર અઘારા દરવાજાને અડીને ગંદકી છે. જેનું રિનોવેશન કરવા નિવૃત કાર્યપાલક ઇજનેર મોહનભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો