હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષથી સાયન્સ ક્ષેત્ર છાત્રોને વધુ અભ્યાસ ઉત્તર ગુજરાત બહાર લાંબા ના થવું પડે તે માટે વધુમાં વધુ સાયન્સ અભ્યાસની કોલેજો મંજૂર કરાઈ રહી છે.જેમાં 2022- 23 માં સૌથી વધુ 21 નવી MSCની કોલેજો સાથે કુલ 42 નવી કોલેજો મંજૂર કરી છે.
યુનિવર્સિટી દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માં વર્ષ દરમ્યાન સાયન્સના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રમાણે અલગ અલગ સ્થળો ઉપર 21 એમએસસી કોલેજો સહિત આર્ટસ , બીએડ , એમ.એડ , બીએસસી , એમ એસ ડબલ્યુ , PGDMLT જેવા અભ્યાસક્રમ મળી કુલ 42 નવિન કોલેજો શરૂ કરવા માટે મંજૂરી અપાઈ છે.
જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 13 કોલેજો સૌથી ઓછી બનાસકાંઠામાં 7 કોલેજો શરૂ થઈ છે. સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં 11 - 11 કોલેજો શરૂ થઈ છે. આ નવીન કોલેજોની મંજૂરી સાથે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સૌથી વધુ 570 થી વધુ કોલેજો સાથે જોડાણ ધરાવનાર બની છે. જેમાં અંદાજે ત્રણ લાખ જેટલા સ્નાતક અને અનુસ્નાતકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ઉ.ગુમાં આગામી સમયની ખેતી અને હૉસ્પિટલ ક્ષેત્રના અભ્યાસની કોલેજો શરૂ કરીશું : કુલપતિ
નવીન શૈક્ષણિક સત્ર 2023-24 માટે નવીન કોલેજો શરૂ કરવા પ્રકિયાની કારોબારી મંજૂરી આપી છે. દરખાસ્તો મંગાવવા માટે ટૂંક સમયમાં જાહેરાત અપાશે. નવીન શૈક્ષણિક વર્ષથી હોસ્પિટલ ક્ષેત્રે રોજગારીની તકો હોય તેમજ ખેતીલક્ષી અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ ભણી સમાજને ઉપયોગી બને તેવા ઓર્ગેનિક અને નેચરલ ઓર્ગેનિક અભ્યાસક્રમોની કોલેજો શરૂ કરવા માટે આયોજન કર્યા છે. ઇન્ચાર્જ કુલપતિ ડૉ.રોહિત દેસાઈ
છાત્રોને પોતાના જિલ્લામાં સરળતાથી પ્રવેશ મળશે
એમ.એસ.સી નર્સિંગ સહિતના અભ્યાસક્રમોની 42 કોલેજો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવતા મોટાભાગની કોલેજો શરૂ થઈ જવા પામી છે.જેમાં સૌથી વધુ મહેસાણા 8 , પાટણમાં 6 , સાબરકાંઠામાં 5 અને બનાસકાંઠામાં 2 કોલેજો છે.નવીન શૈક્ષણિક વર્ષમાં તમામ કોલેજો માં પ્રવેશ પ્રક્રિયા થનાર હોય સાયન્સના વિદ્યાર્થીઓને એમએસસી અભ્યાસક્રમમાં પોતાના જિલ્લાઓમાં જ સરળતાથી પ્રવેશ મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.