પરિવારનો ડખો પોલીસ મથકે પહોંચ્યો:સિદ્ધપુરમાં પરિવારના બાળકને અપશબ્દ બોલવા મામલે મારામારી, પરિણીતાએ બે નણંદ અને નણદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરના સિંધી કેમ્પ વિસ્તારમાં રહેતા એક પરિવારના આંતરિક ડખાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સિદ્ધપુર શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં રહેતા રમીલાબેન દિનેશભાઈ બોચિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની દેરાણીનું બાળક ચાલતું જતું હતું ત્યારે નણંદ જ્યોત્સનાબેને અપશબ્દો બોલ્યા હતા. જેથી ફરિયાદી રમીલાબેન અને જેઠાણી આ બાબતનો ઠપકો આપવા માટે નણંદ જ્યોત્સનાબેન અને ભાવનાબેને પાસે વાત કરવા જતાં બંને નણંદો ઉશ્કેરાઈ ગઈ હતી અને ગદડાપાટુ અને લાકડીથી માર માર્યો હતો.

આ મામલે સિદ્ધપુર પોલીસે રમીલાબેન દિનેશભાઈ બોચિયાની ફરિયાદને આધારે જ્યોત્સનાબેન મહેરામભાઈ બોચિયા. ભાવનાબેન ગજેન્દ્રભાઈ અને નણદોઈ ગજેન્દ્રભાઈ મગનભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, અગાઉ આ કેસના આરોપી એવા જ્યોત્સનાબેન દ્વારા સિદ્ધપુર પોલીસ મથકમાં પોતાના જ બે ભાઈ અને બે ભાભીઓ વિરૂદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...