તસ્કરોનો તરખાટ:સિદ્ધપુરમાં પરિવાર ધાબે સુવા ગયો અને પાછળથી તસ્કરો 1.55 લાખના દાગીના અને રોકડ લઇને ફરાર

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

સિદ્ધપુર શહેરની બદરીપુરા સોસાયટીમાં એક પરિવાર ધાબે સૂતો હતો. ત્યારે રાત્રિના સમયે તસ્કરોએ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસીને રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. જેમાં 1.55 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના બદરીપુરા સોસાયટીમાં રહેતા સુરેશકુમાર નાનકભાઈ સિંધીના રહેણાંક મકાનમાં ગતરાત્રીએ ચોરી થઈ હતી.આ મામલે સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત રાત્રિએ જમ્યા બાદ ધાબા ઉપર સુવા માટે પરિવાર સાથે ગયા હતા અને ઘરને નીચે તમામ દરવાજા ઉપ્પર તાળું મારેલું હતું, પરંતુ બીજા દિવસની વહેલી સવારે જ્યારે તેમના પત્ની નીચે ઘરમાં જતા ઘરના બધા જ દરવાજા ખુલ્લા હતા.

તેઓએ બૂમાબૂમ કરી પરિવારને એકઠો કર્યો હતો અને ઘરમાં તપાસ કરતા ઘરમાં તિજોરીમાં રહેલ 32 હજાર રૂપિયા રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.55 લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...