અકસ્માત:સિદ્ધપુરમાં આઈસર કારના ચાલકે સ્વીફ્ટ કારને મારી ટક્કર, સદનસીબે જાનહાની ટળી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈસર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો

સિદ્ધપુર-પાલનપુર હાઇવે ઉપર આજે આઈસર કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો હતો. આઈસર ચાલક સ્વીફ્ટ કારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે, સદનસીબે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો.

પાલનપુર ખાતે એક કાર્યક્રમમાં ગયેલા અનિલભાઈ નાઈ જેવો કાર્યક્રમ પૂર્ણ થતા અમદાવાદ ખાતે નીકળ્યા હતા. તે સમયે સિધ્ધપુર કાકોશી ચોકડી પાસે પહોંચતાં પાછળથી આવી રહેલી આઈસર કારના ચાલકે તેમની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કારમાં બેઠેલા અમિતનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આઇસર ચાલક શિફ્ટ ગાડીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...