ખેડૂતો ન આવ્યા:સિદ્ધપુરમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા 20 પૈકી એકપણ ખેડૂત આવ્યો નહીં

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવ જેટલા જ ખુલ્લા બજારમાં ભાવ મળતા વેચાણ માટે ખેડૂતો ન આવ્યા

ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે પાટણ જિલ્લામાંથી 20 ખેડૂતોને સિદ્ધપુર કેન્દ્ર ખાતે મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ટેકાના ભાવ જેટલા જ ખુલ્લા બજારમાં ભાવ હોવાથી એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે આવ્યો ન હતો.

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે પાટણ જિલ્લામાંથી 61 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ રજિસ્ટ્રેશન વખતે ખામીના કારણે 41 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે. બાકીના 20 ખેડૂતોને મગફળીનું વેચાણ કરવા સિદ્ધપુર કેન્દ્ર ખાતે મેસેજ કરીને શનિવારે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ખુલ્લા બજાર જેટલા જ ટેકાના પ્રતિ મણના રૂ.1110ના ભાવ હોવાથી એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે ફરકયો ન હતો. જિલ્લા પુરવઠા મામલતદારે જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે તમામ 20 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા છે. પરંતુ કોઈ વેચાણ માટે આવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...