આત્મહત્યા:સિદ્ધપુરમાં માત્ર 10 રૂપિયાની વાતમાં લાગી આવતા આધેડે ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લીધી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરાએ પિતા પાસે 10 રૂપિયા માંગતાં પત્નીએ ટોણો માર્યો હતો

સિદ્ધપુરમાં એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માત્ર વાત 10 રૂપિયાની જ હતી. જેમાં પિતા પાસે પુત્રએ 10 રૂપિયા માગ્યા તો પિતાએ ન આપ્યા, જેથી તેની પત્નીએ પતિનેને ટોણો માર્યો કે તમારી જોડે 10 રૂપિયા પણ નથી? આ વાત પિતાને લાગી આવતા તેણે ઝેરી દવા પીને જીવન ટુંકાવી લીધું.

સિદ્ધપુરમાં બેંક ઓફ બરોડાની સામે પથ્થરપોળ નગરશેઠની ખડકી વિસ્તારમાં રહેતા મહેશકુમાર નટવરલાલ મોદી (ઉ.વ. 58) પાસે તેમનાં દિકરાએ 10 રુપિયા માંગ્યા હતા જેથી મહેશભાઇએ કહેલું કે, હાલમાં કોઇ ધંધો મળતો નથી. જેથી મહેશભાઇની પત્નીએ કહેલું કે, રોજ દૂધ વેચાણ માટે જાઓ છો તો છતાયે તમારી પાસે 10 રુપિયા નથી? હું પોલીસ સ્ટેશને જાઉં છું.

આ વાત મહેશકુમારને લાગી આવાતા તેમણે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા પણ ત્યાં સુધી તો તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...