આત્મહત્યા:પાટણનાં સિદ્ધરાજ નગરમાં યુવતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતિ તેની દાદીમાને ત્યાં વાંચવા માટે ગઇ હતી
  • પોલીસે લાશનું પીએમ કરાવી વાલીવારસોને સોંપી તપાસ હાથ ધરી

પાટણ શહેરનાં કોલેજ રોડ ઉપર આવેલી સિદ્ધરાજ નગર સોસાયટીનાં મકાન નંબર 1માં રહેતી એક મહિલાનાં ઘરમાં મહિલાની પૌત્રીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં આત્મહત્યા કરવાનું કારણ જાણી શકાયું નથી.

દરવાજો ન ખોલતા યુવતિના દાદી વિમાસણમાં મુકાયા
પાટણ શહેરના હાઇવે વિસ્તારની સોસાયટીમાં રહેતી અને માત્ર 21 વર્ષની ઉંમર ધરાવતી સપના રાજેશભાઈ રાજગોર શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલી સિદ્ધરાજનગર સોસાયટીમાં રહેતા પોતાની દાદીના ઘરે ગઈ હતી. અને રાત્રીના સમયે ઉપરના રૂમમાં વાંચીને સુવા માટે ગયા બાદ સવારે મોડે સુધી પણ રૂમનો દરવાજો ન ખોલતા યુવતિના દાદી વિમાસણમાં મુકાયા હતા.

આત્મહત્યા કરવાનું કારણ જાણી શકાયું નથી
ઘરના અન્ય સભ્યોને જાણ કરતા દોડી આવેલા પરિજનોએ રૂમમાં તપાસ કરતા યુવતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવતા પરિજનો આઘાતમાં સરી પડ્યા હતા. દીકરીની આમ અચાનક ગળે ફાંસોખાઇને આત્મહત્યા કરવાનું કારણ જાણી શકાયું નથી. આ બનાવની જાણ પોલીસને થતા પી.એસ.આઈ.ડામોર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પી.એમ કરી યુવતિનો મૃતદેહ પરિજનોને સોંપ્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...