ગજબની દાદાગીરી!:સિદ્ધપુરના સંડેસરીમાં દારૂ પીવા ઉછીના પૈસા ન આપતાં યુવકને ઢોરમારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામમાં દારૂ પીવાના ઉછીના પૈસા માંગવા બાબતે માથાકૂટ થઈ હતી. સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામમાં રહેતા બાબુજી તલાજી ઠાકોર નામના વ્યક્તિએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે સવારે તેઓ પતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે તેમના ગામના મુકેશજી મણાજી ઠાકોરે તેમની પાસે દારૂ પીવા માટે ઉછીના પૈસા માગ્યા હતા જેથી તેઓએ પૈસા આપવાની ના પાડતા મુકેશજી ઠાકોર ઉશ્કેરાઈ જઈ તેમના હાથમાંના ધોકા વડે પીઠના ભાગે ફટકા મારવા લાગ્યા હતા. અને એ સમય ઝપાઝપી થતાં ધોકાનો ઠોસો બાબુજીના આંખના ભાગે વાગતા તેઓને ઈજાઓ થઈ હતી જેથી મુકેશજી ઠાકોર હવે જયારે પણ હું પૈસા માગું ત્યારે નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી રવાના થઈ ગયો હતો. બાબુજી ઠાકોર ઘરે આવી પોતાને ઈજાઓ થઈ હોવાથી પોતાના દીકરા વિક્રમજી સાથે 108 એમ્બ્યુલન્સ મારફત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને સારવાર લીધા બાદ સિદ્ધપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...