પેન્શરોનું ઉપવાસ આંદોલન:સિદ્ધપુર નગરપાલિકા પરિસદમાં પેન્શરોએ ઉપવાસ યોજી વિરોધ નોંધાવ્યો,પાલિકાએ સમાધાન માટે વાટાઘાટો કરવામાં આવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પાલિકા ના નિવૃત પેન્શનરો નો ઉપવાસ આંદોલન સફળ રહ્યો

સિદ્ધપુર નગરપાલિકાના સેવા નિવૃત પેન્શનરોને ફેબ્રુઆરી 2022 થી પેન્શન ન મળતા આક્રોશ વ્યાપી ગયો હતો. જે અનુસંધાને સિદ્ધપુર નગર પાલિકા પેન્શનર મંડળે અવાર નવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતા તેને ગણકારવામાં આવતુ ન હતું .

પેન્શરોનું પાલિકા સાથે સમાધાન થયું
આ મુદ્દે સિદ્ધપુર પાલિકાના મ્યુનિ.સદસ્ય કેશીબેન સોલંકીએ આ પ્રશ્ન નો હલ કરવા માટે નગર પાલિકાને જણાવેલું પરંતુ સમય મર્યાદામા તેનો ઉકેલ ના આવતા તેઓ આજે નગર પાલિકા પરિસરમા મોટી સંખ્યામાં પેન્શનરો સાથે ઉપવાસ પર ઉતર્યા હતા.આવનાર સમયની ગંભીરતા જોતા નગર પાલિકાએ પેન્શનરો સાથે વાટાઘાટો યોજી આગામી તારીખ 2-3 ઓગષ્ટ મહિના સુધીમા બે પેન્શન આપવાની તેમજ સિદ્ધપુર નગરપાલિકાના કર્મચારીઓ ને જુલાઈ મહિનાનો પગાર થાય તેની સાથે ત્રીજુ પેન્શન આપવાની શરતે સમાધાન થયુ હતુ.

આમ સદસ્ય કેશીબેન સોલંકી તેમજ પેન્શનરો ની જાગૃતતા થી તેઓ પોતાનો હક મેળવવામા સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...