વૃક્ષારોપણ:રાધનપુરના શેરગઢ ગામે સમૂહમાં 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાના સંકલ્પ લેવામા આવ્યો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના શેરગઢ ગામે સમૂહમાં વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા બાંયધરી(MGNREGA) તેમજ શેરગઢ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગામના સ્મશાન ગૃહ ખાતે બુધવારના રોજ સમૂહમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 500 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. વાવેતર કરેલ વૃક્ષોની જાળવણીની જવાબદારી ગામ પંચાયત, ગામના સ્વસહાય જૂથના બેનો અને યુવાનોએ લીધી હતી.

સાથે સાથે ગામમાં લોકો રસીકરણ પ્રત્યે જાગૃત થાય તે માટે ગામના મહિલા તલાટી પ્રકૃતિબેન પ્રજાપતી દ્વારા ગ્રામજનોને રસી મુકાવવાના ફાયદા અને ગેરફાયદા સમજાવી શેરગઢ ગામ સો ટકા રસીકરણ બને તે ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના મહિલા સરપંચ મંજુલાબેન ધનાભાઇ મકવાણા, સ્વસહાય જુથની બહેનો , આંગણવાડી કાર્યકરો, આઇ.સી.ડી.એસ.ના સુપર વાઇઝર રમીલાબેન અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર નાં વર્ષાબેન, ઇમામભાઇ,સંજયભાઈ સહિતના સભ્યોએ સહિયોગ આપી સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...