પારિવારિક મામલામાં મારામારી:શંખેશ્વરનાં ટુવડમાં પુત્રની સાળી સાથે પ્રેમલગ્ન કરનારા પિતાએ અન્યોની સાથે મળી પુત્રોને માર માર્યો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને બાળકોને છોડી 17 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા
  • ટુવડ ગામે પિતાને મળવા આવેલા પુત્રો પર હુમલો કર્યો

શંખેશ્વરનાં ટુવડમાં પુત્રની સાળી સાથે પિતાએ 17 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે હાલ ટુવડ ગામે પિતાને મળવા આવેલા પુત્રો પર પિતાએ અન્યોની સાથે મળી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાને લઈ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પતિ વિરુદ્ધમાં શંખેશ્વર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો
આ આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરનાં દસાડા ગામનાં મેરા ગામે રહેતા વિજયભાઇ મધુભાઇએ તેમનાં પિતા સહિત અન્ય ત્રણ જણા સામે એવો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે કે, વિજયભાઇનાં પિતા મધુભાઇએ છેલ્લા 17 વર્ષથી પુત્ર વિજય અને તેની માતા લીલાબેન તથા તેમનાં પરિવારને છોડીને વિજયની સાળી સાથે ભાગી ગયા હતા અને પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી વિજયની માતા અને મધુભાઈની પત્ની લીલાબેને પતિ વિરુદ્ધમાં શંખેશ્વર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો.
અપશબ્દો બોલી માર માર્યો
આ કેસમાં પતિ મધુભાઇ હાજર થતા નથી. તા. 30-8-22નાં રોજ વિજયને સમાચાર મળેલ કે, તેમનાં પિતા મધુભાઇ એકલા શંખેશ્વરનાં ટુવડમાં તેમનાં મોસાળમાં આવેલા છે. જેથી વિજય તેની પત્ની અને ભાઈ ત્રણે જણા બાઇક ઉપર રાત્રે 10 વાગે ટુવડ ગામે ગયા હતા.ગામમાં આવેલા પાવાવાળી માતાનાં મંદિરે જઇને અત્રેનાં બે વ્યક્તિઓ તેમનાં પિતા સાથે વાત કરતાં હતા તે સમયે અહીં આવેલા પિતા મધુભાઇએ દિકરાને જોઇને ગાળો બોલવા લાગેલા અને કહેવા લાગેલા કે, આ લોકોને અહીંયા કોને બોલાવ્યા છે.
​​​​​​​​​​​​​​જાનથી મારી નાખવાની ધમકી આપી
આજે આ લોકોને જાનથી મારી નાંખો જેથી આ ચંદુભાઇ આતાભાઇ તથા દશરથભાઇ માવજીભાઇ ચંદુના ઘરેથી ચંદુ ધારીયુ લઇને આવેલો અને વિજયને માથામાં મારતાં તે નીચે પડી જતા તેને જમણા હાથે ઉંધુ ધારીયાનો ફટકો મારેલો અને દશરથ માવજીભાઈએ તેના હાથમાં આવેલા લોખંડની પાઇપ તેના ભાઇ સંજયના માથા તથા બરડાના ભાગે મારેલ અને ઇજાઓ કરેલ તેથી પત્ની લક્ષ્મીને પણ ચંદુએ તેનાં હાથમાનું ધારીયુ જમણી બાજુ ગાલના ભાગે માર્યુ હતું. આ લોકોનું ઉપરાણા લઇ તળશીભાઇ માવજીભાઇએ પણ આવીને સંજયને ગડદાપાટુનો માર મારવા લાગેલો અને તેના પિતાએ પણ ભાઇ સંજયને ગડદાપાટુનો માર મારવા લાગેલો અને તેનું ગળુ દબાવેલું તેવામાં હોબાળો થતાં આ લોકો ત્યાંથી જતા રહેલા અને જતા જતા જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતાં રહ્યા હતા.

ત્યારબાદ સંજયે 108 માં ફોન કરી જાણ કરતાં 108માં ત્રણેય જણાને સારવાર માટે હારીજ સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાંથી વિજય તથા સંજય અને પત્નીને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ધારપુર સીવીલ હોસ્પીટલમાં રીફર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...