ધિંગાણું:શંખેશ્વરમાં જૂની અદાવતમાં બે યુવકો બાખડ્યા, એકનું મોત

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વરનાં ધનોરા ગામે ગતરાત્રે જૂની અદાવત બાબતે મારામારી થતા એક યુવકનું મોત થતાં ચકચાર મચી છે. પોલીસે ઘટનાના પગલે આરોપી ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી
શંખેશ્વરના ધનોરા ગામે જૂની અદાવત મામલે ગામમાં બે સમાજના ઈસમો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીમાં દરમિયાન એક ઈસમ પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ખસેડવા દરમ્યાન મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગામમાં ઈસમનું મારામારીમાં મોત થતાં માહોલ ગરમાયો હતો. ઘટનાના પગલે પોલીસને જાણ થતાં ગામમાં પહોંચી સ્થિતિ વણસે તે પહેલાં બંદોબસ્ત ગોઠવી હત્યાના આરોપીઓને પકડવા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...