ખેડૂતોને આર્થિક નુકસાન:શંખેશ્વરમાં ટેકાના ભાવે ચણાંની ખરીદી શરૂ ન થતા ખેડૂતોએ રૂ.165નું નુકસાન કરી વેચાણ કરવા મજબૂર

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ પંથકમાં માવઠાંને લઈ નુકસાનના ફટકા બાદ સરકાર દ્વારા ચણાંની ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરાતાં નછૂટકે ખેડૂતોને આસપાસના માર્કેટયાર્ડમાં ઓછા ભાવે વેચાણ કરવું પડી રહ્યું છે. શંખેશ્વર પંથકમાં હાલ ઘઉં,ચણા, કપાસ, જીરૂ, ઘોડા જીરૂ, એરંડા જેવા પાક તૈયાર થઈ રહ્યો છે.

જેમાં સરકાર દ્વારા ચણાંની ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરાતાં ન છૂટકે ચણા બહાર વેચવા જવું પડી રહ્યું છે. ટેકાનો ભાવ રૂ.1067 છે. જ્યારે બહાર 900થી 965 રૂપિયા મળે છે જેથી રૂ.102થી 165 નું નુકસાન તે ભોગવવું પડે છે. એકતરફ માવઠાના કારણે આ વર્ષે ઉત્પાદનમાં પણ ફરક પડ્યો છે. ત્યારે સરકાર દ્વારા શંખેશ્વરમાં ટેકાના ભાવે ચણા ખરીદી સેન્ટર શરૂ કરે તેવી ઉગ્ર ખેડૂત વર્ગમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...