તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણમાં ઇન સર્વિસ તબીબો પડતર પ્રશ્નો અને માગણીઓને લઈ હડતાળ પર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન સર્વીસ તબીબોએ હમારી માંગે પુરી કરોના સૂત્રોચ્ચાર કર્યા

પાટણ જિલ્લાના ઈન સર્વિસ તબીબો પડતર પ્રશ્નોને લઇ આજથી હડતાળ પર ઉતર્યા છે. ઈન સર્વિસ તબીબોના 15 પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે થયેલા નિર્ણયો બાદ હજુ સુધી કોઈ પણ જાતના આદેશોનું પાલન ના થતા ઇન સર્વિસ તબીબોએ આજથી નવો જીઆર ના થાય ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે.

નવો જીઆર ના થાય ત્યાં સુધી હડતાળ યથાવત
ઈન સર્વિસ તબીબોમાં અન્યાયની લાગણી પ્રવર્તે છે. જેમાં ઈન સર્વિસ તબીબોએ એસોસિએશન યોજાયેલા ઓનલાઇન બેઠકમાં ઈન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ માટે 31 મે 2021ની બેઠકમાં થયેલા નિર્ણયો અમલવારીના ન્યાય આદેશો કરવામાં નહીં આવે તો ઇન સર્વિસ તબીબો 25 જુન 2021 ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે. જેવી ચીમકી તબીબોએ ઉચ્ચારી હતી. જેને લઈ આજે શુક્રવારે સવારે પાટણ તાલુકા હેલ્થ કચેરીના બગીચામાં પાટણ જિલ્લાના 120 જેટલા ઇન સર્વિસ તબીબો હમારી માંગે પુરી કરો ના નારા લગાવ્યા હતા. જ્યાં સુધી નવો જીઆર ના થાય ત્યાં સુધી આજથી હડતાળ પર ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...