પાટણ જિલ્લાના વેપારી મથક હારીજ શહેરના હાઇવે વિસ્તારમાં આવેલા શબરી કોમ્પલેક્ષમાં ચા પીવા બેઠેલા યુવાનને ધોળે દિવસે મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટનાને હજુ ગણતરીના કલાકો વીત્યા છે ત્યાં શુક્રવારના રોજ પાટણ જિલ્લાના સાતલપુરના ડાભી ઉનરોડ ગામે એટ્રોસિટીની ફરિયાદની અદાવત રાખી કેટલાક શખ્સોએ એક યુવાનની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી.
સમાઘાન કરવાની કેમ ના પાડો છો કહી હુમલો કર્યો
સાતલપુરના ડાભી ઉનરોટમાં જૂની અદાવત રાખી કેટલાક શખ્સોએ છરીના ઘા મારી એક યુવકની હત્યા કરી નાખી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2018માં આ શખ્સોએ મૃતક યુવકના પરિવારના બે સભ્યો ઉપર હુમલો કર્યો હતો. એ સમયે મૃતક યુવકના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે કેસ બાબતનું સમાધાન કરવા માટે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવતો હતો પણ આ પરિવાર સમાધાન કરવાની ના પાડતા શુક્રવારના રોજ બપોરે 11:00 કલાકે યુવાન વાઘેલા કિશનભાઇ ખેંગારભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યો હતો. જે મોકાનો ફાયદો ઉઠાવી આ પાંચ યુવાનો દ્વારા ટ્રેક્ટર રોકાવી અને કહેવા લાગ્યા કે, તમે સમાધાન કરવાની કેમ ના પાડો છો તેમ કહીં સમશેરખાન અલુભા મલેક અને અન્ય ચાર ઈસમો પોતાના હાથમાં રહેલી છરી વડે હુમલો કર્યો હતો. યુવાનના ગળાના ભાગે અને પાછળના ભાગે 14 જેટલા છરીના ઘા મારતાં તેનું મોત નિપજ્યું હતું.
યુવકના સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં
યુવાનને તેના સંબંધીઓ પ્રાઇવેટ વાહન દ્વારા વારાહી ખાતે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યા હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવાન પર થયેલા હુમલાના સમાચાર તાલુકામાં પ્રસરી જતા યુવકના સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા.
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વારાહી પીએસઆઇના જણાવ્યા મુજબ આરોપીઓને પકડવા માટે એસ.ઓ.જી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવવામાં આવી છે અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લઈ ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગળાની નસ કપાઈ જતા લોહી વહી જતા મોત નીપજ્યું : મેડિકલ ઓફિસર
મેડિકલ ઓફિસર કિરણભાઈ સોલંકીના જણાવ્યા મુજબ યુવાનને તિક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર અલગ અલગ પંદર જેટલા ધા મારવામાં આવ્યા છે. ગળાના ભાગે બે ઘા મારવામાં આવતા ગળાની નસ કપાઈ જતા વધારે પડતું લોહી વહી જવાને કારણે મોત નિપજ્યું છે.
ફરાર આરોપીઓ
1.સમશેરખાન કરીમખાન ઉર્ફે અલુભા મલેક દરબાર
2.જોરુભા બાવાજી મલેક દરબાર
3.જીવણખાન બાબાજી મલેક દરબાર
4. કાદરખાન મનુભા મલેક દરબાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.