માર્ગદર્શન:સરસ્વતીના અઘારમાં ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન અપાયું

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના અઘાર ગામે ખેતીવાડી વિભાગ દ્વારા એન. એફ.એસ.એમ-કઠોળ યોજના અંતર્ગત ક્રોપિંગ સિસ્ટમ ઘટકના ભાગ રૂપે ખેડૂત તાલીમ યોજી હતી.જેમાં તાલીમમાં ખેડૂતોને પાક પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ખરીફ સીઝનમાં કઠોળ પાકોનું વાવેતર કર્યા બાદ રવી સીઝનમાં તેલીબિયાં તેમજ ઘઉં જેવા ધાન્ય પાકોનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને ખેતી કાર્યોની માહિતી આપી હતી.

અડદ, રાઈ, ઘઉં, દિવેલા જેવા પાકોની ખેતી પધ્ધતિ વિશે તેમાં આવતા રોગ - જીવાત અને તેના નિયંત્રણ માટેના ઉપાયો વિશે, બિયારણ પસંદગીમાં રાખવાની કાળજી વિશે માહિતી આપી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહીતિ આપી હતી. જેમાં ખેડૂતોએ લાભ મેળવવા માટે ગ્રામ પંચાયત મારફતે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરવાની પણ માહિતી આપી હતી.

ખેતીવાડી વિભાગમાંથી મદદનીશ ખેતી નિયામક એચ.બી.પટેલ, સરદાર કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક બી.બી.પટેલ, વિસ્તરણ અધિકારી ખેતી જે.જે.સોલંકી, વિસ્તરણ એ.એમ.દેસાઈ, અઘાર ગામના ગ્રામ સેવક ડી.વી.રાવળ અને આર. ડી.પરમાર હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...