ખેતીની વાત:પાટણના સરસ્તવી જિલ્લામાં ખેડૂતોએ બીટી કપાસના વાવેતરના શ્રીગણેશ કર્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાના વરસાદના આગમનના 20 દિવસ અગાઉ બીટી કપાસનું વાવેતર શરૂ

સરસ્વતી તાલુકામાં મબલખ ઉત્પાદન મેળવાની આશાએ રોકડીયા પાક બીટી કપાસના વાવેતરના ખેડૂતોએ શ્રીગણેશ કરી દીધા છે. વરસાદ પહેલા ખેડૂતો દ્રારા કપાસના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે. કપાસ મહત્વનો રોકડીયો પાક હોઈ વધુ ઉત્પાદન થાય છે.

સરસ્વતીના મોટા નાયતા ગામના શારજીજી ઠાકોરે અને પ્રતિકભાઈ બારોટે જણાવ્યા મુજબ, બીટી કપાસની વાવણી પહેલા ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલી જીવાતો અને ઈયળો સૂર્યની ગરમીથી નાશ થાય છે. જેથી સરસ્વતી તાલુકાના ધરતીપુત્રો દ્વારા ચોમાસાના વરસાદના આગમનના 20 દિવસ અગાઉ બીટી કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે. સરસ્વતીના ભુતિયાવાસણા, જંગરાલ, મોટા નાયતા, નાના નાયતા, કાંસા, સહિત આજુબાજુના ટયુબવેલની વ્યવસ્થા છે તેવા ખેડૂતોએ બીટી કપાસ ઉગાડવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...