• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Santalpur, Gohil Kshatriya Youths Worshiped The Guardians Of The Heroic Kshatriyas Who Sacrificed Their Heads To Save The Cow Mother.

પાળિયાનું પૂજન:સાંતલપુરના લુનીચાના ગામમાં ગોહિલ ક્ષત્રિય યુવાનોએ ગૌ માતાને બચાવવા પોતાનું માથું આપી બલિદાન આપનાર વીર ક્ષત્રિયોના પાળિયાનું પૂજન કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકાના ગોહિલ ક્ષત્રિય યુવાનો દ્વારા પોતાના ગામમાં ગૌ માતાને બચાવવા અને બેન દીકરીઓના શિયલ માટે મા ભોમને વિધર્મીઓથી બચાવવા માટે પોતાના માથાનું બલિદાન આપી બીજાના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપનાર વીર ક્ષત્રિયોના અને સતી માતાના પાળિયાનું પૂજન કરવામાં આવ્યું હતું.

ઘણા વર્ષોથી આ પરંપરાને જીવંત
સૌ પ્રથમ પાળિયાઓની સ્વચ્છતા કરી ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવી પૂજન આરતી કરવામાં આવી હતી. શૂરવીરતાના પ્રતિક સમા તેલ સિંદૂર લગાડવામાં આવ્યું હતું.ગોહિલ રાજપૂત પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખે છે. જેથી ભવિષ્યની પેઢીને પણ ઉજળી પરંપરાનો ખ્યાલ રહે એવું રાજપૂત સમાજના યુવા અગ્રણી અને પાટણ શહેરની 17 સોસાયટીઓના સંગઠનના પ્રમુખ મદારસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રણજીતસિંહ, મહિપતસિંહ, દિલુભા, દિપકસિંહ, વિજયસિંહ હનુભા તથા મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...