હુમલો:સાંતલપુરમાં ઉધાર કપડાં આપવાની ના પાડતાં ગ્રાહકે વેપારીને છરી મારી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ તારો વ્યવહાર સારો ન હોવાનો કહેતા રાધનપુરના ગોકળપુરાના શખ્સે હુમલો કર્યો

સાંતલપુર બજારમાં વેપારીએ ગોકળપુરા ગામના શખ્શને ઉધારમાં કપડાં આપવાની ના પાડતા એકાએક ઉશ્કેરાઇ જઇ વેપારીને છરી મારી ઇજાઓ કરી હતી.રાધનપુર તાલુકાના ગોકળપુરા ગામનો સંજયભાઈ દિલીપભાઈ ઠાકોર સાંતલપુર મુખ્ય બજારમાં રેડીમેન્ટ કપડાની દુકાને ગયો હતો અને રેડીમેડ કાપડના વેપારી માયાગરભાઈ વેલગરભાઈ ગૌસ્વામી પાસે ઉધારમાં કપડાં માંગતાં વેપારીએ તારો વ્યવહાર સારો નથી તેમ કહેતા શખ્શ એકાએક ઉશ્કેરાઈ છરી મારી માયાગર ગોસ્વામીને મોઢા પર ઇજા કરી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ સાંતલપુર પોલીસ મથકે ગોકળપુરા ગામનો સંજયભાઈ દિલીપભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...