તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સિદ્ધપુર તાલુકાના સમોડા ગામમાં રૂ. 5.80 લાખના ખર્ચે 2500 વૃક્ષોનુ પીપળ વન બનશે

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામદેવી સમોડી માતાના નામ પરથી પીપળવનનું નામાંકરણ કરાયું

સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે રૂ. 5.80 લાખના ખર્ચે 2500 વૃક્ષોનું પીપળ વન (ઓક્સિજન પાર્ક)નું નિર્માણ થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આર્યાવ્રત નિર્માણ અને સમોડા ગામના સંયુક્ત ઉપક્રમે આ વનનું નિર્માણ કરવામાં આવશે. ગામદેવી સમોડી માતાના નામ પરથી સમોડી પીપળ વન નામકરણ કરવામાં આવ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં " સમોડી પીપળ વનમાં પીપળા સહિત વડ, ઉંબરો, લીમડો, બોરસલ્લી, રાયણ, આંબલી, ગુંદો, ગુંદી, જાંબુડો, સેવન, પુત્રમજીવા, સેતુર, દેશી આંબો વગેરે જેવા દેશીકુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેને ઉછેરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઈ જોશી દ્વારા આ પીપળ વનમાં મનરેગા હેઠળ રૂ. 5.80 લાખના ખર્ચે પાણીનો હોજ, વૃક્ષોની આજુબાજુ બોર્ડર પર વડીલો અને યુવાનો માટે ચાલવા દોડવા માટે ટ્રેક બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પર્યાવરણ જાળવણી કરવા આડેધડ કપાતા વૃક્ષો પર રોક લગાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી ઉછેરવા આહવાન કર્યું હતું. ડી.ડી.ઓ. ડી.કે પારેખે સમગ્ર જિલ્લામાં સમોડા ગામની જેમ આવા પીપળવન બનાવવા હાકલ કરી હતી.

આ પ્રસંગે તારફેંસિંગ અને અન્ય કાર્ય માટે ગામના દાતાઓ મહેન્દ્રભાઈ પટેલ, હરેશભાઇ પટેલ, ભરતભાઈ પટેલ સહિત દાતાઓ સરપંચનું મહાનુભાવોએ સન્માન કર્યું હતું. વનપંડિત નિલેશ રાજગોર દ્વારા લુપ્ત થતી ડોડી મહાનુભાવોને ભેટ આપી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...