તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમીના નાયકા ગામે કમાભાઇ વીરાભાઇ વણકર ખેતી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે ગુરૂવારે તેમની પત્ની સાથે સવારે અાઠ વાગે ખેતરમાં જીરૂનુ નીંદામણ કરવા સારૂ ગયા હતા. તેમનો દિકરો જીતુભાઇ ખેતરમાં રાતવાસો રોકાયેલ હતો .તેના માતા -પિતા ખેતર અાવતા તે ઘરે જવા નિકળ્યો હતો તે ઘરે જઇને જોયુ તો ખડકીનુ તાળુ ખોલી અંદર જતા ઘરના દરવાજાનુ તાળુ તૂટેલું હતું. તેમજ અંદર કબાટનુ તાળુ તુટેલ સામાન ઘરમાં વેરણ છેરણ પડેલ હતો. ઘરમાં તપાસ કરતાં સોનાચાંદીના 16 દાગીનાની કિ.રૂ. 1.32 લાખ તેમજ જીરૂ અને ભેંસ વેચાણના રોકડ રૂ. 80000 મળી કુલ રૂ. 2.43 લાખની ચોરી થતા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મેલુસણ ગામે દૂકાનનાં પતરાં તોડી ચોરી
પાટણ-શિહોરી હાઈવે રોડ પર આવેલ મેલુસણ ગામની બ્રહ્માણી એગ્રો અને સીએસસી ઓનલાઈન કોમ્પ્યુટરની દુકાનમાંથી ગુરૂવારે રાત્રે તસ્કરોએ દુકાનના છતના પતરાં તોડીને અંદર પ્રવેશી રૂ. 2000 રોકડ રકમ અને ઓનલાઈન કોમ્પ્યુટરની દુકાનમાંથી ગાય માતાના ડબ્બામાંથી રૂ.4600 મળી કુલ મળી રૂ. 6600ની મત્તા ચોરી ગયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.