• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Sami, A Woman Suffering From Labor Pain Was Given A Normal Delivery In 108 Ambulance, The Family Described The Operation As Commendable.

માતા અને બાળક તંદુરસ્ત:સમીમાં પ્રસુતિ પીડા ભોગવતી મહિલાની 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલેવરી કરાઇ, પરિવારજનોએ કામગીરીને સરાહનીય લેખાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમી તાલુકાના રાજપુરા ગામની મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે મહિલાનો દુખાવો અસહનીય બન્યો હતો. જેથી 108માંજ તેની નોર્મલ ડિલેવરી કરવામાં આવી હતી. જે બાદ મહિલાના પરિવારજનોએ 108ની કામગીરીને સરાહનીય લેખાવી હતી.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કાર્યરત ઇમર્જન્સી 108ની આરોગ્ય સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે, ત્યારે સવારે 11:00 વાગ્યે સમી તાલુકાના રાજપુરા ગામના આરતીબેન સંજય ઠાકોર નામની મહિલા પ્રસુતિ પીડા ભોગવતી હોવાનો સમી 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. જેમાં પાયલોટ સન્ની પરમાર અને ઈએમટી મહેશ ઠાકોરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પ્રસુતિ પીડા ભોગવતી મહિલાને 108માં શિફટ કરી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં
મહિલાનો દુખાવો અસહ્ય બન્યો હતો. જેથી રાજપુરા સબ સેન્ટર પર પાયલોટ અને ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સમા રહેલી ડિલેવરી કીટનો ઉપયોગ કર્યો હતો અને મહિલાની નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. જે બાદ વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરિવારજનોએ 108ની આરોગ્ય સેવાને સરાહનીય લેખાવી
જ્યાં ફરજ પરના તબીબે બાળક અને માતાની તબિયત સ્વસ્થ હોવાનું જણાવ્યું હતુ. જેથી મહિલાના પરિવારજનોએ 108ની આરોગ્ય સેવાને સરાહનીય લેખાવી પાયલોટ અને ઈએમટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...