બાળકે ભૂલમાં દવા પીધી:પાટણના રોડા ગામે બાળક કપાસમાં છટવાની લીકવીડ દવા ભૂલથી પી ગયો, બાળકની તબિયત ગંભીર

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકની તબિયત બગડતા ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો

પાટણના રોડા ગામે ખેતી કરી ગુજરાન ચલાવતા વિજયભાઈ પટણીનો નવ વર્ષ નો દીકરો મેહુલ ઘરની બહાર રમી રહ્યો હતો અને તેના માતા પિતા કપાસમા દવાનો છંટકાવ કરતા હતા. વધારાની દવા ડોલમા પડી હતી અને તેના પર પવાલુ મુકેલુ હતું. મેહુલને તરસ લાગતા તે પાણી સમજી ડોલમા રહેલ પાણી સાથે મીલાવેલી કપાસમા છંટકાવ કરવાની લીકવીડ દવા ભૂલથી પી ગયો હતો.

દવાની સ્મેલ આવતા પરિવાર ના લોકો ગભરાયા
બાદમાં ખાટલા પર જઇને સુઈ ગયો હતો ત્યારબાદ તેને ઉલ્ટીઓ થઈ હતી. જેમાં દવાની સ્મેલ આવતા પરિવારના લોકો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક રાત્રે 10:15 કલાકે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી અને તેઓ બાળકને લઈ પીકઅપ ડાલામાં બાળકને લઈ પાટણ તરફ આવવા નીકળ્યા હતા. 108 એમ્બ્યુલન્સના પોઈલોટ ગુલાબખાન બલોચ ઈ.એમ ટી. નિલેશભાઈ ચેતવાણી રોડા જવા નીકળ્યા હતા રસ્તા મા પીકઅપ ડાલુ મળતા બાળકને એમ્બ્યુલન્સ મા સીફટ કર્યો હતો.

એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી
એમ્બ્યુલન્સ મા બાળકને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં બાળકોને ધારપુરમા રીફર કર્યો હતો ધારપુર ખાતે બાળક ને વેન્ટિલેટર મશીન પર આઇ.સી.યુ મા દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે બાળકની તબિયત ગંભીર છે.

અન્ય સમાચારો પણ છે...