મુશ્કેલી:સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પૂરતું પાણી ના આવતાં લોકોને હાલાકી

વારાહી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાતલપુરના રાણીસર ગામે રવિવારે પાણી આવતા પાણી ભરવા માટે પનિહારીઓની ભીડ જામી હતી - Divya Bhaskar
સાતલપુરના રાણીસર ગામે રવિવારે પાણી આવતા પાણી ભરવા માટે પનિહારીઓની ભીડ જામી હતી
  • છેલ્લા ત્રણ દિવસથી તો પાણી બિલકુલ બંધ જ થઈ ગયું છે : ગ્રામજનો

સાંતલપુર તાલુકાના છેવાડે આવેલ રાણીસર ગામે છેલ્લા 15 દિવસથી પીવાનું પૂરતું પાણી ન મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરશિયાળે આ વિસ્તારમાં પીવાના પાણીના પોકાર ઉઠી રહ્યા છે.

સાંતલપુર તાલુકાના ગામડાઓમાં ભરશિયાળે પાણીના પોકાર ઊઠી રહ્યા છે ત્યારે તાલુકાના રાણીસર ગામે 130 મકાન આવેલા છે જેની અંદાજિત વસ્તી 500 ઉપરની થાય છે આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પૂરતું પાણી મળતું નથી જ્યારે ત્રણ દિવસથી તો પાણી બંધ જ થઈ ગયું છે.

આ અંગે જરારભાઈ ભટ્ટીને જણાવ્યું કે પાણીની તકલીફ તો 15 દિવસથી છે જ્યારે છેલ્લા ત્રણ દિવસથી તો પાણી પણ આવી નથી. શિયાળામાં ઓછું પાણી આવે તો પણ ચાલે પણ પીવા પૂરતું પાણી આવતું નથી જો શિયાળામાં આ વિસ્તારના લોકોને પીવાનું પાણી ના મળતું હોય તો ઉનાળામાં આ વિસ્તારના લોકોની તકલીફ શું થશે.

અન્ય સમાચારો પણ છે...