• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Radhanpur, Women Surrounded The Municipal Office And Created A Ruckus With Slogans, Presented To The Mamlatdar With A Demand For Water.

પાણીની સમસ્યા:રાધનપુરમાં મહિલાઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો, મામલતદારને પાણીની માગ સાથે રજૂઆત

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુરમાં દિવાળીના તહેવારો ટાણે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. નગરપાલિકાના શાસકોના આયોજનના અભાવે પાણીની સમસ્યાનો સામનો કરતી મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.
પાલિકાના સત્તાધિશો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર
રાધનપુરમાં મોટા ભાગના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સપ્તાહમાં એકાદ વખત અનિયમિત સમયે પાણી આપવામાં આવે છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટ્યુબવેલો બંધ હાલતમાં હોવાને કારણે દિવાળી સમયે નગરમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તહેવારો ટાણે પાણીની સમસ્યા વેઠતી મહિલાઓ નગર પાલિકા કચેરીએ આવી પાલિકાના સત્તાધિશો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
​​​​​​​પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ચાલતી પકડી
પાલિકા પ્રમુખ દ્વારા મહિલાઓને સંતોષકારક જવાબ આપવામાં ન આવતા મહિલાઓએ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ચાલતી પકડી હતી.
પાણીની સમસ્યાથી ત્રસ્ત મહીલાઓને સંતોષ કારક જવાબ ના મળતા મહિલાઓએ સૂત્રોચાર કરી પાલિકા કચેરીથી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને પાણીની સમસ્યાના નિરાકરણ માટે મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. પાલિકાના સત્તાધીશો દ્વારા જાણી જોઈને ચોક્કસ વિસ્તારના લોકોને પરેશાન કરવામા આવતા હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા.
ધારાસભ્ય ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ
​​​​​​​
સ્થાનિક કિંજલબેન નાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન અમારા વિસ્તારમાં આવેલા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કંઈ કામ હોય તો મને અડધી રાત્રે ફોન કરજો પરંતુ પાણીની સમસ્યા જણાવવા બાબતે અત્યારે અમે ફોન કરીએ છીએ તો તેઓ ફોન ઉપાડતા નથી.

અન્ય સમાચારો પણ છે...