એક અરજીએ ભાંડો ફોડ્યો:ચાણસ્મામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી લાશને દાટી દીધી, 3 મહિના બાદ કંકાલ મળ્યું

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિની હત્યાં કરી - Divya Bhaskar
પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિની હત્યાં કરી
  • મૃતક પતિ દશરથ પટેલની પત્ની અંજુ પટેલે જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાં કરી
  • હત્યાં કર્યાં બાદ લાશને ઠેકાણે લગાવી મગરનાં આંસુ સારતી પોલીસ મથકે પહોંચી
  • પિતરાઇ ભાઇએ હાઇકોર્ટના દરવાજા ખખડાવતાં ભાંડો ફુટ્યો

પાટણ જિલ્લાના ચાણસ્માના મીઠીઘારીયાલ ગામથી પતિ-પત્નીના સંબંધને લજવે તેવો કસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યાં કર્યાં બાદ લાશને ઠેકાણે લગાવીને મગરનાં આંસુ સારતી પોલીસ મથકે પતિ ગુમ થયાની અરજી કરી આવી હતી. જોકે, ત્રણ-ત્રણ મહિના વિતવા છતાં મૃતકનો કોઇ પત્તો ન મળતાં મૃતકના પિતરાઇ ભાઇએ ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવતાં સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામમાં ત્રણેક માસ અગાઉ તારીખ 06-02-2021ના રોજ અંજુ પટેલ દ્વારા તેના પતિ દ્વારા દશરથ પટેલ ગુમ થયાની જાણવાજોગ અરજી ચાણસ્મા પોલીસ મથકે કરવામાં આવી હતી. જ્યારે ત્રણ માસ સુધી તેના પતિ દશરથ પટેલનો પણ કોઈ પત્તો ન મળતા તેના પિતરાઈ ભાઇ સુરેશ પટેલ દ્વારા અંજૂબેન પટેલને દશરથ પટેલ વિશે પૂછતાં સંતોષકારક જવાબ ન આપતા અને આ બાબતે વધારે મને પૂછ્યું નહીં એવું કહેતા, સુરેશને અંજુ પર હત્યાની શંકા ગઇ હતી.

પિતરાઈ ભાઈએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
ત્રણ માસ વિતી ગયા હોવા છતાં ચાણસ્મા પોલીસ દ્વારા કોઇ શોધખોળ કે સંતોષકારક જવાબ ન મળતાં મૃતક દશરથ પટેલના પિતરાઈ ભાઈ સુરેશ પટેલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં અમદાવાદ હાઈકોર્ટ દ્વારા અંજુ પટેલ, બેચર પટેલ અને ચાણસ્મા પોલીસને તારીખ 16-06-2021ના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા નોટિસની બજવણી કરવામાં આવતા ચાણસ્મા પોલીસે અંજુ પટેલ અને બેચર પટેલને પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતા બેચર પટેલે તેની પ્રેમિકા અંજુ પટેલ સાથે મળી દશરથ પટેલની કરપીણ હત્યા કરી લાશને ખેતરમાં દાટી દીધી હોવાનું કબુલાત કરી હતી.

પ્રેમી સાથે મળીને હત્યાં કરી હોવાની કબૂલાત કરી
બેચર પટેલ તેની પ્રેમિકા સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલાત કરતાં 30-05-2021ના ના રોજ મામલતદાર જનક રાવળની ઉપસ્થિતિમાં ખેતરોથી મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું અને ચાણસ્મા પોલીસે ચાણસ્મા આરોગ્ય કેન્દ્રના તબીબી ડોક્ટર કલ્પેશ પટેલનું પંચનામુ કરી બંને પ્રેમી પંખીડા સામે હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

હત્યા કરી લાશને આરોપીના ખેતરમાં દાટી દીધી
આ અંગે મામલતદાર જનક કુમારે જણાવ્યું હતું કે, મીઠી ઘારીયાલ ગામે પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બંને આરોપીઓએ હત્યા કરી લાશને આરોપીના ખેતરમાં દાટી દીધી હોવાની કબૂલાત કરતાં ત્રણ મહિના બાદ મૃતકના કંકાલને બહાર કાઢવામાં આવ્યું હતું.

ત્રણ મહિના બાદ મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું
ત્રણ મહિના બાદ મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું

તારીખ 30-05 2021ના રોજ મામલતદારની ઉપસ્થિતમાં મૃતકનુંનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું
આ અંગે ચાણસ્મા પી.આઇએ જણાવ્યું હતું કે, ત્રણ માસ અગાઉ અંજુ પટેલ દ્વારા પોતાના પતિ દશરથ પટેલ ગુમ થયા અંગેની જાણવાજોગ અરજી પોલીસ મથકે દાખલ કરાવવામાં આવી હતી. જેની શોધખોળ ચાલુ હતી, તે દરમિયાન દશરથ પટેલના પરિવારજનો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવતાં અને હાઇકોર્ટે 16-06-2021ના રોજ આ કેસના સંદર્ભે હાજર થવા નોટિસ પાઠવતાં ચાણસ્મા પોલીસે બેચર પટેલ અને અંજુબેન પટેલને ચાણસ્મા પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતા બંને પ્રેમી પંખીડા ભાગી પડીને દશરથ પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી આજે તારીખ 30-05 2021ના રોજ મામલતદારની ઉપસ્થિતમાં મૃતકનુંનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું અને બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

તો આ અંગે મૃતકના પિતરાઇ ભાઇ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, દશરથ પટેલ ત્રણ માસ અગાઉ ગુમ થયા હતા અને જેની જાણવાજોગ અરજી તેમના પત્ની અંજુ પટેલ દ્વારા ચાણસ્મા પોલીસ મથકે કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી પોલીસ દ્વારા કોઇ ભાળ ન મળતાં કે કોઇ સંતોષકારક જવાબ ન મળતાં અમને તેમના પત્ની અંજુ પટેલ પર શંકા ગઇ હતી. જેથી અમે હાઇકોર્ટમાં ન્યાય મેળવવા માટે અરજી કરી હતી. જે અરજીને ધ્યાને લઇને હાઇકોર્ટે અંજુ પટેલ, બેચર પટેલ અને ચાણસ્મા પોલીસને તારીખ 16-06-2021ના રોજ હાઇકોર્ટમાં આ કેસ બાબતે હાજર રહેવા નોટિસ ફટકારતાં ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અંજુ પટેલ સાથે બેચર પટેલને પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં છેવટે દશરથ પટેલની હત્યા કરાઇ હોવાની કબૂલાત કરૂ હતી. અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે અમને પુરેપુરો ન્યાય મળશે.