તપાસ:રાધનપુરમાં ફરિયાદ પાછી ખેંચી લે કહીં વેપારીનો ધારિયા વડે હુમલો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત યુવાને વેપારી સામે ફરિયાદ નોંધાવી

રાધનપુરમાં અગાઉ કરેલ ફરિયાદનું મન:દુખ રાખીને યુવાન પર વેપારીએ ગુરૂવારે સવારે ઉધું ધારિયું મારી લાકડી વડે અાડેધડ માર મારીને ઇજાઅો પહોંચાડતાં રાધનપુર પોલીસ મથકે વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. રાધનપુર ખાતે રહેતા અબ્દુલમુનીર અબ્દુલબારીક વોરા તેઅોઅે અગાઉ વેપારી ગુલામહુસેન ગનીભાઇ રહે.રાધનપુર ઉપર રાધનપુર પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા બાબતે અેફઅાઇઅાર દાખલ કરી છે.

જે બાબતનુ મન દુ:ખ રાખની ગુરૂવારે સવારે અબ્દુલમુનીર પાણીની બોટલ ભરીને અાવતા હતા તે વખતે રાધનપુરના લીંમડીવાસ નજીક રોડ ઉપર અાધેડને માથામાં ઉધુ ધારિયું મારી નીચે પાડી દઇને અાડેધડ માર મારીને પગ હાથના ભાગે લાકડીઅો મારી ઇજાઅો પહોચાડી હતી. અેફઅાઇઅાર પાછી ખેંચી લે જે નહિંતર જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઇજાગ્રસ્તે રાધનપુર પોલીસમાં ગુલામહુસેન ગનીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...