રાધનપુર તાલુકાનાં ભિલોટી દરવાજા પાસે આવેલા સગતમાતાનાં મંદિર પાસે એક સમાજની મિટીંગ મળી હતી. જેમાં કોઈ સામાજિક બાબતે જીવલેણ હુમલો અને મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણથી ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરનાં આંબાવાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ અમથુભાઇ વઢીયારા તથા રાહુલ બાબુભાઇ અત્રેનાં સગત માતાનાં મંદિરમાં તેમનો સમાજ ભેગો થયેલો હોવાથી ત્યાં તેઓ હાજર હતા. ત્યારે હરગોવનભાઇ અને કનુભાઇએ આ સમાજનો પ્રસંગ છે તેમ કહીને ઘરે જઇને ધારીયા લાકડીથી બાબુભાઇ રાહુલ, રોહિત, ગીતાબેન વિગેરેને માથામાં મારતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
જે અંગે પોલીસે આઈપીસી 307/326/324 મુજબ ગુનો નોંધ્યો હતો. સામે પક્ષે હરગોવનભાઇ વઢીયારીએ પણ ચાર સામે એવો આક્ષેપ કરતી ફરીયાદો નોંધાવી હતી કે, મંદિરમાં આવીને બાબુભાઇએ કહેલ કે તું અમને કેમ સમાજમાં ભળવા દેતો નથી તેમ કહીને ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાકને ઇજા પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.