તસ્કરો ત્રાટક્યા:રાધનપુરમાં પરિવારજનો અગાશીમાં સૂતા રહ્યા અને તસ્કરોએ તિજોરી સાફ કરી, રૂ.2.50 લાખની ચોરી કરી થયા ફરાર

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડની ચોરી થતા પોલીસ ફરિયાદ

રાધનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. પાંચ દિવસ અગાઉ આદર્શ રોડ પર આવેલા ક્રિષ્નાહેરીટેજ સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે શનિવારની રાત્રે વિઠ્ઠલનગર સોસાયટીના મકાનમાંથી રૂ.2.50 લાખની માલમત્તાની ચોરી થઈ છે.

રાધનપુરની વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા પ્રજાપતી મુકેશભાઈ અંબારામભાઈએ જણાવ્યુ હતુ કે, હું રાત્રીના બાર વાગ્યાના સમયે ઘરે આવ્યો હતો અને ત્યારબાદ અમો પરિવારજનો અગાશી પર સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો ઘરનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તીજોરીનો લોક ખોલ્યો હતો અને તેમા પડેલા સોનાનું મંગલસૂત્ર, પાયલ, બુટ્ટી સહિત સોના-ચાંદીના દાગીના અને 80 હજાર રોકડા મળી કુલ રૂ.2.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીના બનાવની જાણ આજુબાજુના સોસાયટીના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ મકાન માલિક પ્રજાપતિ મુકેશભાઈએ તાત્કાલીક તેમના ઘરમાં ચોરી થઈ હોવાની રાધનપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે તસ્કરોને ઝબ્બે લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...