• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Radhanpur, Cow Devotees Staged A Fierce Protest Against The Government By Tying Cows To The Province And Mamlatdar Office.

ગૌ ભક્તોનું વિરોધ પ્રદર્શન:રાધનપુરમાં ગૌ ભક્તોએ પ્રાંત અને મામલતદાર કચેરીમાં ગાયો બાંધી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર ખાતે પાંજરાપોળ અને ગૌ શાળાનાં ગૌ ભક્તો દ્વારા સરકાર સામે સહાય મુદ્દે રોષે ભરાઈ વહેલી સવારે પ્રાંત અને મામલતદાર કચેરી કેમ્પસમાં ગાયોને બાંધી, ઘાસચારો નાખી, તંત્રના હવાલે કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પશુપાલકોમાં રોષ
પાટણ બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ગૌ શાળાઓને પાંજરાપોળમાં ગૌ માતાના પાલન-પોષણ માટે સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય સરકાર ન ચૂકવતા પશુપાલકો રોષે ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલ શુક્રવાર સુધીની સરકારને સહાય ચૂકવવા મુદ્દત અપાઈ હતી.

સરકારી કચેરીઓ આગળ ગાય બાંધી
સરકાર દ્વારા ગૌ સંચાલકોની માગણી મામલે કોઈ જ પ્રક્રિયા ન આપતા અંતે પાંજરાપોળનાં સંચાલકો રોષે ભરાઈને ગાય સરકારી કચેરીઓમાં બાંધવાની જાહેરાતના અનુસંધાને શુક્રવારે વહેલી સવારે પાટણના રાધનપુર ખાતે સુરભી ગૌ શાળા તેમજ પાંજરાપોળની ગાયો ગૌ ભક્તો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કેમ્પસમાં ગાય બાંધવામાં આવી હતી. અને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પોલીસે આવીને કચેરીઓમાંથી ગાય બહાર કાઢી
સરકારી કચેરીઓમાં ગાયો બંધાતા સમગ્ર રાધનપુર પંથકમાં ચકચાર મચી હતી. ઘટનાના પગલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ ઉપર આવી હતી અને કચેરીમાંથી ગાય બહાર કાઢીને રસ્તા ઉપર ધકેલતા રસ્તા ઉપર ગાયનાં કાફલાઓ રખડતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...