પ્રતિસાદ ન મળ્યો:રાધનપુરમાં કોંગ્રેસના બંધ એલાનને સમર્થન ન મળ્યું, દુકાનો ખુલ્લી જોવા મળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં શનિવારે રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સંદર્ભે રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જો કે કોંગ્રેસ દ્વારા સવારે આઠથી બપોરે બાર વાગ્યાં સુધી વેપારીઓને રાજ્યવ્યાપી બંધની અપીલ કરવામાં આવી હતી એને કોઈ જ પ્રતિસાદ સાંપડ્યો નહોતો. કોંગ્રેસ દ્વારા હાઇવે ચાર રસ્તાથી રેલી યોજીને વડપાસર તળાવના કિનારે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા મોંઘવારી અને બેરોજગારી બાબતે ભાજપ ઉપર અકરા પ્રહાર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ,પાલિકા પ્રમુખ કાનજીભાઈ પરમાર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર,શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.વિષ્ણુ ઝૂલા,સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદખાન મલેક,સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઇ નાડોદા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...