કાર્યવાહી:રાધનપુરમાં કિશોરે સગીરાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં પોલીસ ફરિયાદ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિશોરી સગીરાને મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે ફરિયાદ લઈ કિશોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા

રાધનપુરની એક સગીરાને અેકલતાનો લાભ લઇ સગીરે ઇજજત લેવાની કોશીશ કરી કપાડ ફાડી નાખ્યાં હતાં. અા અંગે સગીરાઅે રાધનપુર પોલીસ મથકે સગીર સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદ લઈ ફરાર કિશોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુરના રંગપુરા ખાતે રહેતી 16 વર્ષની સગીરા શનિવારે બપોરે તેના ઘરની પાછળ વાડા નાહવા ગઇ હતી ત્યારે કપડા બદલતી હતી તે વખતે અેકલતાનો લાભ લઇ તેના પડોશમાં રહેતો 17 વર્ષીય સગીર અાવીને ઇજજત લેવાની કોશીશ કરી કપડાં ફાડી નાખ્યાં હતાં.

સગીરાઅે બુમા બુમ કરતા સગીર ત્યાંથી નાશી છૂટ્યો હતો અને જતા જતા સગીરાને જાનથી મારી નાખવાની ધમકી અાપી હોવાની સગીરાઅે રાધનપુર પોલીસ મથકે સગીર સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ પીઅાઇ અાર.કે. પટેલ ચલાવી રહ્યા છે. જેમણે જણાવ્યુ હતુ કે અારોપી સગીર છે. જે મળી અાવ્યો નથી. હાલ તેની શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...