રાધનપુરમાં રાપરીયા હનુમાનજી મંદિરથી થોડેક આગળ સમી રોડ ઉપર એક સફેદ કલરની સ્કોર્પિઓ ગાડી વિદેશી દારૂ ભરીને પસાર થઇ રહી હતી. એ સમય દરમિયાન ગાડીનું ટાયર ફાટતાં રોડની સાઇડે પલટી મારી ગઈ હતી. આ સ્કોર્પિઓ ગાડીમાંથી બીજી નંબર વગરની ગાડીમાં વિદેશી દારૂ ટ્રાન્સફર કરી રહ્યા હતાં. એ સમયે પોલીસની ગાડીને દૂરથી જોઈ જતાં બુટલેગરો રોડ ઉપર રાખેલી નંબર વગરની ગાડીમાં ભાગી ગયા હતાં. પોલીસે પલ્ટી મારેલી ગાડીમાંથી ત્રણ પેટી વિદેશી દારૂ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને વહેલી સવારે બાતમી મળી હતી કે, રાપરિયા હનુમાનજી મંદિર પાસે સમી રોડ ઉપર પલ્ટી મારેલી એક સ્કોર્પિઓ ગાડીમાંથી કેટલાક લોકો બીજી સ્કોર્પિઓ ગાડીમાં વિદેશી દારૂ ટ્રાન્સફર કરી રહ્યા છે.સેકન્ડ મોબાઈલમાં પોલીસ સ્ટાફના માણસો રાપરીયા હનુમાનજી મંદિર આગળ પહોંચતા વિદેશીદારૂ બીજી ગાડીમાં ભરી રહેલા ઈસમો પોલીસની ગાડી જોઈને રોડ ઉપર રાખેલી સ્કોર્પિઓ ગાડીમા ભાગી ગયા હતાં.
પોલીસે તપાસ કરતાં સફેદ કલરની સ્કોર્પિઓ ગાડી (GJ-02-xx-5427)પલ્ટી મારી ગઈ હતી અને પાછળના ટાયરની હવા નીકળી ગયેલી હતી અને આગળનું ટાયર જોઈન્ટમાંથી તૂટી ગયેલું હતું, બોનેટ પણ વળી ગયેલું હતું.
અંદર તપાસ કરતાં વચ્ચેની સીટમાં વિદેશીદારૂની ત્રણ પેટીઓ પડેલી હતી, જેમાં 17460ની કિંમતની 36 બોટલો કબ્જે કરીને પોલીસે નાસી ગયેલ સ્કોર્પિઓ ગાડીના ચાલક અને અન્ય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.