તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાધનપુરમાં પતિએ પત્નીને પંખાનું પાંખિયું મારતાં ગુનો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ બુ્ટ્ટી અડાણી મુકી આવતાં પરત માંગતા માર માર્યો

રાધનપુરના ઘાંચીવાસ રહેતા રુમાનાબેન ઇકબાલભાઇ ઉર્ફે ચાઇના ઘાંચીના પતિ ઈકબાલભાઇ તેમની કાનની બુટ્ટી લઇ ગયા હતા. જે શનિવારે બપોરે તેમની પત્નીએ પરત માંગતા કહેલ કે અડાણી મુકી પૈસા લાવ્યો છુ.

ત્યારે પરિણીતાએ પૈસા માંગતા ઉશ્કેરાઇ પતિએ મન ફાવે તેમ બોલીને પંખાના પાંખીયા વડે માથાના ભાગે મારી મારઝુડ કરી હતી. મહિલા બુમાબુમ કરતાં લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવી સારવાર અર્થે રાધનપુરના સિવિલ ખસેડાચાં મહિલાએ રાધનપુર પોલીસ મથકે પતિ ઘાંચી ઇકબાલભાઇ દાઉદભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...