રાધનપુરમાં આવેલી જી.ઇ.બી.ની કચેરીની બહાર સવારે ધિંગાણું મચી જતાં ભારે મારામારી થતાં એકને ગંભીર ઇજાઓ થઇ હતી. આ ધમાલ-ઝપાઝપીમાં રુપિયાની લૂંટ તથા ગાડીની તોડફોડ પણ કરાઈ હતી. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 10 સામે ધિંગાણાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે રુપિયાની લૂંટનો પણ આક્ષેપ છે.
આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાનાં જુજ પોરાણા ગામનાં રહિશ મનુભાઇ મફાભાઇ ઠાકોર તેમનાં ઘરનું લાઇટબીલ ભરવા માટે રાધનપુર જી.ઇ.બી.ની કચેરીમાં લાઇનમાં ઉભા હતા. ત્યારે મહેશ ઠાકોર (રે. નજુપુરા તા. રાધનપુર)વાળાએ તેમને ધક્કો મારીને કહેલું કે, તું નિરાશ્રીત ઠાકોરોને ઓળખતો નથી? અમે આ લાઇનમાં થોડા ઉભા રહીએ. તારે સાઇડમાં થઇ જવાનું તેમ કહીને ગાળો બોલતાં મનુભાઇએ કહેલું કે, હું સૌથી પહેલાં આવ્યો છું ને લાઇનમાં ઉભો છું તેમ છુ કહેતાં તેને ગાળો બોલીને કહેલું કે, તુ બહાર નિકળ પછી તારી વાત. તેમ કહી તે બહાર નિકળી ગયો હતો. ને લાઇટબીલ ભરીને મનુભાઇ પણ બહાર આવ્યા ત્યારે મહેશ, બાબુ અને તેની સાથે 8થી 10 જણાનું ટોળું ધોકા સામે ઉભા હતા.
આ લોકો તેમને મારશે તેવી બીકે મનુજીએ પણ તેનાં કુટુંબીભાઇને ફોન કરીને સ્થિતિની જાણ કરીને તેને જીઇબી રાધનપુર ખાતે આવવા કહેલું. એ દરમિયાન મહેશે મનુભાઇ સાથે ઝપાઝપી કરીને તેની પાછળ પડીને હથિયારો બતાવીને ધમકીઓ આપીને તેમનાં ખીસામાંથી રું. 1580 લૂંટી લઇને ખીસાને ફાડી નાંખ્યું હતું. ને મહેશે તેને માર માર્યો હતો.
આ દરમિયાન મનુભાઇનાં કુટુંબીભાઇ કાર લઇને આવીને તેમને છોડાવવા જતાં ટોળામાંથી કોઇએ ગાડીનાં પાછળનાં કાચ તોડી નાંખ્યો હતો ને કારનાં ચાલક બાબુજીને માર માર્યો હતો. તેઓએ ધમકી આપી હતી કે, આજ પછી અમારી સામે પડ્યા છો તો જાનથી મારી નાંખીશું.
આ બનાવ અંગે મનુજીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેશ, રામચંદ, રાજુ, માધા, હસુ, વિજય તથા આકેશ સહિત 8થી 10 માણસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. 143, 147, 148, 149, 294, 323, 395, 34, 341, 427, 324 મુજબ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.