કાર્યવાહી:રાધનપુરમાં 16 શખ્સોએ યુવાનને મારી લૂંટ ચલાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે 6 નામજોગ સહિત 16 સામે ફરિયાદ

રાધનપુર જીઈબી કચેરી આગળ ગુરૂવારે સવારે 16 શખ્સોએ યુવાનને માર મારીને રૂ.1580 લૂંટ ચલાવી હતી. આ અંગે ઇજાગ્રસ્તે રાધનપુર પોલીસ મથકે 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. રાધનપુરના જુના પોરાણા ગામે રહેતા મનુભાઇ મફાભાઇ ઠાકોર લાઇટબીલ ભરવા રાધનપુર જીઈબી કચેરી ગુરૂવારે સવારે ગયા હતા ત્યારે લાઇટબીલ ભરવા આવેલા નિરાશ્રિત ઠાકોર મહેશબાબુએ ધક્કો મારી સાઇડમાં જવાનું કહીં અપશબ્દો બોલતા અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ તુ બહાર આવ કહ્યું લાગ્યા હતા.

ત્યારે બહાર આવેલા યુવાનને 16 શખ્સોએ ધોકા લાકડી વડે માર મારી તેના ખિસ્સામાં રહેલા રોકડ રૂ.1580ની લૂંટ ચલાવી હતી. વચ્ચે છોડવવા પડેલ કાર ચાલકની ગાડીના કાચ તોડીને નુકશાન કર્યુ હતુ. અા અંગે ઇજાગ્રસ્તે રાધનપુર પોલીસ મથકે નિરાશ્રિત ઠાકોર મહેશ બાબુ રહે.નજુપુરા, નિરાશ્રિત ઠાકોર રામચંદ મેધા રહે.રાધનપુર, નિરાશ્રિત ઠાકોર હસુકમા રહે.રાધનપુર,નિરાશ્રિત ઠાકોર રાજુ રામસંગ રહે. રાધનપુર, નિરાશ્રિત ઠાકોર માધાકમા રહે. રાધનપુર, નિરાશ્રિત ઠાકોર વિજય જીવણ રહે.રાધનપુર અને નિરાશ્રિત ઠાકોર આકેશ રામજી રહે.રાધનપુર અને 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...