હાલાકી:પાટણના વોર્ડ નંબર 6માં પાઈપલાઈન તૂટતાં પાણી રસ્તા પર રેલાતાં હાલાકી

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષથી પાઈપ તૂટતાં પાલિકામાં રજૂઆત છતાં રિપેરીંગ નહીં
  • ધનરત્ન ફ્લેટના રોડ પર પાણી ભરાતાં રહિશો પરેશાન, પાણીનો બગાડ અટકાવવા માંગ

પાટણ શહેરમાં જ્યાં ત્યાં પાણીની પાઈપ લાઈન તૂટવાથી પાણીનો વેડફાટ થતાં લોકોમાં નારાજગી ફેલાઈ છે. પાલિકામાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં રિરેપીંગ કામ હાથ ધરાતું નથી. શહેરના વોર્ડ નંબર-6ના ધનરત્ન ફ્લેટ રોડ પર છેલ્લા એક વર્ષથી પાણી રેલાય છે.

પાટણ શહેરમાં ઠેર ઠેર લીકેજ પાઇપ લાઈન માટે લોકો પાલિકામાં રજુઆત કરી કંટાળી ગયા છે પરંતુ કોઈ રીપેરીંગ કામ કરવામાં ન આવતાં પાણીના બગાડ સાથે પાણી ભરાઈ રહેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના વોર્ડ નં- 6માં ધનરત્ન ફ્લેટના રોડ પર છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ હોઈ દિવસભર પાણીનો વેડફાટ થતાં રસ્તા પર પાણી ભરાઈ રહેતાં ગંદકી સર્જાઈ રહી છે. જેથી લોકોને રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સત્વરે પાણીનો બગાડ અટકે અને ગંદકી દૂર થાય માટે લીકેજ રીપેર કરવામાં આવે તેવી રહીશોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...