• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan's Warahi, Anti social Elements Threatened And Thrashed A Businessman With A Revolver, Police Arrested One Of The Accused

લુખ્ખાગીરીના દ્રશ્યો CCTVમાં કેદ:પાટણના વારાહીમાં અસામાજિક તત્વોએ રિવોલ્વર બતાવી વેપારીને ધમકાવી માર માર્યો, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

પાટણ2 મહિનો પહેલા
  • અસામાજિક તત્વોના આતંકના કારણે વેપારીઓમાં ભયનો માહોલ

પાટણના વારાહીમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે રિવોલ્વર લઈ વેપારીને ધમાકાવતા અને મારમારતા CCTV સામે આવતા ચકચાર મચી છે. અસામાજિક તત્વોના આતંકના કારણે વેપારી આલમમાં ખોફનો માહોલ છવાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક દુકાનનમાં ઘૂસી લુખ્ખાએ રિવોલ્વર બતાવી વેપારીને માર માર્યો
હાલ જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં એક દુકાનમાં કાઉન્ટર પર બેસી વેપાર કરી રહેલા વેપારીને એક લુખ્ખાએ આવી રિવોલ્વર બતાવી ધમકાવ્યો હતો. ત્યારબાદ મારામારી કરી હતી.

અસામાજિક તત્વોના આતંકથી વેપારીઓમાં ફફડાટ
પાટણના વારાહીમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. તે વીડિયો વાઈરલ થતા વારાહીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આરોપીને જાણે પોલીસને કોઈ ડર જ ન હોય તે રીતે રિવોલ્વર કાઢી વેપારીને ધમકાવવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે.

રાશીદ ડોસાજીની ફાઈલ તસવીર
રાશીદ ડોસાજીની ફાઈલ તસવીર

પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
આ મામલામાં પોલીસે સીસીટીવીની તપાસ કરી આર્મ્સ એક્ટ હેઠલ વારાહી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. રાશીદખાન હાજીખાન ડોસાજી નામના એક શખ્સની ધરપકડ કરી છે. આ મામલામાં વધુ નામો ખુલવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...