તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan's Tirupati Market, A Farmer From Visnagar Village Of Patdi Was Shown A Knife And Given Rs. Robbery Of 50 Thousand

લૂંટ:પાટણના તિરૂપતિ માર્કેટમાં પાટડીના વિસનગર ગામના ખેડૂતને છરી બતાવી રૂ. 50 હજારની લૂંટ

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બગવાડા દરવાજા વિસ્તારમાં ખેડૂતે રોકાવવા માટે ગેસ્ટ હાઉસનું પુછતાં લૂંટાયા
  • ખેડૂત હારિજમાં એરંડાનું વેચાણ કરી રૂ. 60 હજારમાંથી 50 હજાર લઈ પાટણ ખરીદી માટે આવ્યા હતા

પાટડી તાલુકાના વિસનગર ગામના ખેડૂત પાસેથી પાટણ શહેરના તિરુપતિ માર્કેટમાં ગઠિયો છરીની અણીએ રૂ. 50 હજારની લૂંટ કરી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને જાણ થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વિસનગર ગામના ખેડૂત અમૃતભાઈ સકતાભાઇ ઠાકોર તેમના ગામથી પિકઅપ ડાલામાં એરંડાની 20 બોરી હારીજ ગંજ બજારમાં વેચાણ કરવા માટે લઈને આવ્યા હતાં. ગણપતિ ટ્રેડર્સમાં તેમણે એરંડાનું વેચાણ કરતા રૂ. 60,000 મળ્યા હતા તેમાંથી રૂ. 10,000 વેપારીને આપવાના હોવાથી પરત કર્યા હતા. બાકીના રૂ. 50000 લઈને તેઓ પાટણ ખરીદી કરવા માટે આવ્યા હતા. પાટણ ખાતે તેમને એક દિવસ રોકાવવાનું હોવાથી તેમણે બગવાડા દરવાજા તીરુપતી માર્કેટ પાસે આવી રહેવા માટે ગેસ્ટ હાઉસ ક્યાં મળશે તેવુ ત્યાં ઉભેલા એક અજાણ્યા શખ્સને પૂછ્યું હતું. તે વખતે આ શખ્સ તે ખેડૂતોને તિરુપતિ માર્કેટમાં બસ સ્ટેન્ડ તરફ આવેલી સીડી પાસે લઈ ગયો હતો અને છરી કાઢી તારા ખીસ્સામાં કેટલા પૈસા છે તે કાઢ તેમ કહેતા ખેડૂત ગભરાઈ ગયો હતો. અને તેની પાસેનુ રૂ. 50,000 નુ બંડલ કાઢતા તે શખ્શ બંડલ ઝુંટવી નાસી ગયો હતો. બાદમાં ખેડૂતે પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. અને આ અંગે વિસનગર ગામના ખેડૂત અમૃતભાઈ ઠાકોરની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની તપાસ પી.એસ.આઈ ચિંતન દવે ચલાવી રહ્યા છે.

પાટણ શહેરના ભરબજારે લૂંટની ઘટના બનતાં ચકચાર મચી છે. પોલીસે ખેડૂતની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ સામે લૂંટનો ગુનો નોંધી ગુનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...