• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan's Rajaratna Duplex, 1 Lakh Was Looted By Pressing The Mouth Of A Middle aged Man, Police Started Investigation.

લૂંટ:પાટણના રાજરત્ન ડુપ્લેક્ષમાં આધેડનું મોઢું દબાવી 1 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવાઈ, પોલીસ તપાસ શરૂ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો એ તિજોરી માં પડેલી રોકડ રકમ રૂ.26 હજાર અને 2 તોલા વજનની સોનાની ચેનની લૂટ ચલાવી

પાટણ શહેરના આનંદ સરોવર નજીક આવેલ રાજરત્ન ડુપ્લેક્સના પ્રથમ મકાનમાં એકલવાયું જીવન જીવતા સોની સમાજ ની આધેડ ઉંમરની મહિલાના મકાન ની પાછળના ભાગે આવેલા દરવાજા ને અજાણ્યા ત્રણ લબર મુછીયા તસ્કરોએ રવિવારની મોડી રાત્રે આશરે 3-30 કલાક નાં સુમારે ખોલી ધરમાં જબરજસ્તી થી પ્રવેશ કરી મહિલા નું મોઢું દબાવી તિજોરી માં પડેલી રોકડ રકમ અને સોનાના દોરાની લુટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

પાટણ શહેરમાં શિયાળાની ઋતુ જેમ જેમ જામતી જાય છે તેમ તેમ પાટણ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગ સક્રિય બની હોય તેમ અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવતો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રવિવારે રાત્રે આશરે 3-30 કલાકના સુમારે શહેરના આનંદ સરોવર નજીક આવેલ રાજરત્ન ડુપ્લેક્સના પ્રથમ મકાનમાં એકલવાયું જીવન જીવતા ઉમિલાબેન શાંતિલાલ સોની નાં મકાન નાં પાછલા ભાગના દરવાજાની જાળી કોઈ અજાણ્યા ત્રણ લબર મુછીયા તસ્કરોએ તોડી ગેર કાયદેસર ધરમાં પ્રવેશ કર્યો હતો આ સમયે આધેડ મહિલા લધુશંકા એ જવા માટે જાગતા તેઓએ પોતાના ધરમાં ત્રણ ઈસમો જોતાં તેઓ ધબરાઈ ગયાં હતાં અને એ કાઈ વિચારે તે પહેલા ત્રણેય તસ્કરો એ મહિલાનું મોઢું દબાવી બાથરૂમમાં પુરી દેવાની કોશિશ કરી હતી.

પરંતુ મહિલા દ્વારા આજીજી કરાતાં તસ્કરો એ ધરમાં પડેલી તિજોરી માંથી રોકડ રકમ રૂ.26 હજાર અને બે તોલા વજનની સોનાની ચેન મળી અંદાજિત રૂ 1 લાખનાં મુદ્દામાલ ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.બનાવથી હતપ્રભ બનેલ આધેડ મહિલાએ સ્વસ્થતા કેળવી રાત્રે જ પોતાના શિહોરી ખાતે રહેતા પરિવારજનો સહિત આજુબાજુના લોકોને ઉઠાડી જાણ કરતાં તેઓએ પણ દોડી આવી પોલીસ ને જાણ કરાતા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટાફે રાત્રે જ ધટના સ્થળે દોડી આવી તસ્કરી કરી પલાયન થયેલાં અજાણ્યા ત્રણેય તસ્કરોની શોધ ખોળ હાથ ધરી હતી.

આ બનાવની આધેડ મહિલા દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ માં અજાણ્યા ત્રણ તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં અરજી કરી હોવાનું મહિલા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...