આખલાઓનો આતંક:પાટણના જલારામ ચોકમાં બે આખલા બાખડ્યા, નાસ્તાની લારીને અડફેટે લીધી

પાટણ18 દિવસ પહેલા
  • છાસવારે રખડતા ઢોરોના ત્રાસને લઇને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ

પાટણ શહેરમાં રખડતા આખલાઓનો આતંક વધતો જ જાય છે. ત્યારે વધું એક ઘટના સામે આવી છે. ગતરાત્રીના સુમારે શહેરના જલારામ મંદિર ચોક પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આખલા યુદ્ધની હડફેટે એક નાસ્તાની લારી અને કેટલાક વાહન ચાલકો ભોગ બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.છાસવારે રખડતા ઢોરોના ત્રાસને લઇને નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે

ગતરાત્રીના સુમારે શહેરના જલારામ ચોકમાં હરાયા બનેલા બે આખલા ઓનાં યુદ્ધને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો. ત્યારે હવે સ્થાનિકો પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...