હલકી ગુણવતાના ભોજનનો આક્ષેપ:પાટણની સરકારી કુમાર છાત્રાલયમાં હલકી ગુણવતાનું ભોજન અપાતુ હોય છાત્રોએ ભૂખ્યા સૂવું પડતું હોવાની રાવ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રાલયમાં ભૌતિક સુવિધાઓનો અભાવ હોય કાર્યવાહી કરવા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ

પાટણની સરકારી કુમાર છાત્રાલયમાં લાંબા સમયથી છાત્રોને ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવતું હોય છાત્રોને ભૂખ્યા રહેવાની ફરજ પડી રહી હોય ઉપરાંત અનેક ભૌતિક સુવિધાઓનો અભાવ હોય કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે છાત્રો દ્વારા સ્વયં સૈનિક દળ સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પાટણમાં અનુ.જાતિ સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં પછાત વર્ગના બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ છાત્રાલયમાં લાંબા સમયથી ભોજનના મેનુ પ્રમાણે ભોજન ના આપી તેમજ હલકી ગુણવત્તાનું ભોજન બનાવીને આપવામાં આવતું હોવાની રાવ ઉપરાંત છાત્રાલયમાં સુવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોય તેમજ સાફ-સફાઈ પણ યોગ્ય રીતે ના થતી હોય છાત્રોને રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી હોય સત્વરે કલેક્ટર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે સ્વયં સૈનિક દળના કાર્યકરો તેમજ છાત્રો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુણવત્તા વગરનું ખરાબ ભોજન બનાવવામાં આવતું હોય તેમજ શાક કાચું અને પાણીવાળું આપવામાં આવતું હોય બાળકો જમી પણ શકતા ના હોય મજબૂરી વશ ભૂખ્યા સુવાની ફરજ પડી રહી છે. ખરાબ ભોજન ના કારણે તેમની તબિયત પણ અવારનવાર બગડે છે.

અન્ય સમાચારો પણ છે...