દીકરીઓ મામલે મમ્મીઓ વચ્ચે ધિંગાણું:પાટણનાં ડુંગરીપરામાં દીકરીઓ મામલે મમ્મીઓ બાખડી પડી, રોડ ઉપર મહિલાએ મહિલા પર હુમલો કર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સે કહ્યું કે, અમારુ નામ લીધુ છે તો જાનથી મારી નાંખીશ

પાટણ શહેરનાં અંબાજી નેળીયાની પાછળનાં વિસ્તાર ડુંગરીપુરા જવાનાં રોડ ઉપર આવેલ મુનીજી બંગ્લોઝમાં રેહતી એક મહિલા અને એ જ સોસાયટીની અન્ય એક મહિલા વચ્ચે તેમની દીકરીઓ દ્વારા કોઈ લખાણ લખવાનાં મામલે બોલચાલી થતાં મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

રોડ પર ખરાબ લખાણ
આ મળતી માહિતી મુજબ પાટણમાં ડુંગરીપુરા રોડ ઉપર આવેલી મુનીજી બંગ્લોઝ સોસાયટીમાં રહેતા સેજલબેન જિતેન્દ્રભાઇ ઠાકોર અને તેમનાં નણંદ તેમનાં ઘરે ગઇકાલે હતા. ત્યારે સોસાયટીનાં રહીશ મોસમીબેને આવીને સેજલબેનને ગમે તેમ બોલીને કહેલ કે, તારી દીકરી મારી દીકરી વિશે રોડ ઉપર ખરાબ ખરાબ લખે છે. તેમ કહેતાં સેજલબેને તેમને કહેલું કે, હું મારી દીકરીને સમજાવીશ. તેમ કહેતાં મોસમીબેન એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં. ત્યારે તેમને સમજાવીને ઘરે મોકલ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
ત્યારબાદ સેજલબેન અને તેમની નણંદે મોસમીબેનનાં ઘર આગળ જઇને નણંદે કહેલુ કે, ચાલો મારી ભત્રીજીએ તમારી દીકરી વિશે શું ખરાબ લખેલું છે તે બતાવો. તેમ કહેતાં બધા રોડ ઉપર લખાણ જોવા ગયા હતા. ત્યારે મોસમીબેને સેજલબેનને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી સેજલબેન નીચે પડી જતાં પેટમાં પણ લાતો મારી હતી અને એક અજાણ્યો પુરુષ પણ કહેલું કે, તેને મારો તેમ કહેતાં સેજલબેન ઘેર આવતા હતા. ત્યારે અજાણ્યા પુરુષે સેજલબેનને કહ્યું કે, જા અમારું નામ લીધુ છે તો જાનથી મારી નાંખીશું. આ અમારી સોસાયટી છે. તેમ કહીને જતા રહ્યા હતાં. આ બનાવ અંગે પોલીસે સેજલબેનની ફરીયાદનાં આધારે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...