દબાણો હટાવાયા:પાટણનાં દુઃખવાડામાં સરકારી જમીન પરનું દબાણ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે હટાવ્યું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ નગરપાલિકાની ટીમ ત્રણ વખત આ દબાણ દુર કર્યા વિના પાછી આવી હતી

પાટણ શહેરનાં જળચોક દુઃખવાડા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખાનગી વ્યક્તિઓ દ્વારા કરાયેલા દબાણને આજે પાટણ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત તથા સીટી સર્વે કચેરીનાં અધિકારીઓ, જેસીબી અને કામદારોની સાથે જઇને સ્થળ ઉપર કરાવેલા ઝાડી-ઝાંખરા અને દિવાલનાં દબાણને દુર કર્યા હતાં.

અગાઉ પાટણ નગરપાલિકાની ટીમ ત્રણ વખત આ દબાણ દુર કર્યા વિના પાછી આવી હતી. આજે પાટણ પાલિકામાં દબાણ ખાતાનો નવો ચાર્જ સંભાળતાં જ જયેશભાઇ પંડ્યા તથા તેમની ટીમે આ દબાણો દૂર કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાટણ શહેરનાં ટીકા નં. 20/6નાં સીટી સર્વે નં. 106/107નાં દક્ષિણનાં સીટી સર્વે નં. 2338 પૈકી દબાણ દૂર કરવા માટે પાટણ તાલુકા કક્ષાનાં સ્વાગત ફરીયાદ કાર્યક્રમમાં રજૂઆત થતાં તે સંદર્ભમાં તેમાં આ તે દબાણ દુર કરવાનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે બે દબાણકારોને તા. 2-7-2021, 17-9-2021 અને 22-11-2021નાં રોજ નોટિસો આપી આ દબાણ ખુલ્લું થયું નહોતું. જેથી નગરપાલિકાની બિનનંબરી કિલ્લા કોટ,સરકારી જમીન સીટી સર્વે નં. 2638/અ પૈકીમાં દબાણ દૂર કરવા માટે તા. 4 -4-22 તથા તા. 6-4-22અને તા. 22-4-22ના રોજ પાટણ પાલિકાની ટીમો ગઇ હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત નહીં મળતાં તે કામગીરી મૂલત્વી રહી હતી. આજે આ દબાણ અધિકારી જયેશ પંડ્યાએ તાબડતોબ પોલીસ બંદોબસ્ત બોલાવીને આ કામગીરી કરીને દબાણો હટાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...