તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મમતાની મેરેથોન:પાટણના બ્રાહ્મણવાડા ગામે પુત્રના સારા સ્વાસ્થ્ય માટે જનેતાઓએ ખુલ્લા પગે દોડ લગાવી

પાટણ2 મહિનો પહેલા
દોઢ કિલોમીટર ખુલ્લા પગે જનેતાઓની દોડ
 • પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુરસ્ત અને નિરોગી રહે તેવી માન્યતા
 • આ પરંપરા છેલ્લા 700 વર્ષથી આજ સુધી ગામમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાય છે

પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાઓની અનોખી દોડ રવિવારે બપોરે હોળીના દિવસે યોજાઈ હતી. પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તેદુરસ્ત અને મજબૂત બને તેવી માન્યતા અહીં માનવામાં આવે છે.

ગામમાં ગોગ મહારાજના મંદિરથી ગામના કુળદેવી વારાઈ માતાનું મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે આ મહિલાઓએ દોડ લગાવી હતી. દોડ પૂર્વે આ મહિલાઓના હાથ બાધી શ્રીફળ,સાંકળ અને ત્રિશુલ આપવામાં આવે છે. ગામના વસવાટ સમયથી આ પરંપરામાં જનેતાઓની સાથે સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓ પણ દોડમાં જોડાય છે. જેમાં પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે.

આ પરંપરા છેલ્લા 700 વર્ષથી આજ સુધી ગામમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાય છે કેમ કે, વડીલોઓ આ પરંપરા સાથે સંતાનના સારા સ્વસ્થ્ય માટે આ પરંપરા જાળવી રાખી છે. જેમાં માતા દોડતા દોડતા થકી જાય છે તો કયાંક પડી જાય છે. તેમ છતાંય હિંમત હાર્યા વગર વારાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આર્શીવાદ મેળવે છે. આ અનોખી દોડ જોવા ગામે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો