તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતીકાત્મક તસ્વીર:પાટણમાં વિલાજ ગૃપ દ્વારા 101 દર્દીને વિનામૂલ્યે ઓક્સિજન પૂરો પડાયો

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • તંત્ર દ્વારા ઓક્સિજન આપવાનું બંધ કરતા સેવાકાર્ય પડી ભાગ્યું

પાટણ શહેરની સેવાભાવી સંસ્થા વિલાજ ગ્રુપ દ્વારા 101 જેટલા દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન આપવાનું સેવાકાર્ય કર્યુ હતું. પરંતુ સંખારી ખાતેના પ્લાન્ટ ઉપર તંત્ર દ્વારા કબજો જમાવી લેતા આ સંસ્થાકીય સેવા પ્રવૃત્તિ પડી ભાંગી છે અને દર્દીઓને વિનામૂલ્યે મળી રહેલો લાભ છીનવાઈ ગયો છે.

કોરોનાની શરૂઆતથી વિલાજ ગ્રુપ દ્વારા માસ્ક, સેનેટાઈઝર બોટલ, શુદ્ધ પાણીની બોટલો વગેરે વિતરણ કરાયું હતું. આ પછી સંસ્થા દ્વારા મહોલ્લા પોળો અને ઘરોમાં દવા છંટકાવ કરી શકાય તેવા પંપ અને દવા વિનામૂલ્યે આપવાની પ્રવૃત્તિ અત્યારે પણ ચાલી રહી છે. સંસ્થાના પ્રમુખ લાલેશ ઠક્કરના જણાવ્યા મુજબ ઓક્સિજનની તંગી સર્જાતા સંસ્થા દ્વારા બોટલોની વ્યવસ્થા કરી છે જે સંખારી ખાતેના પ્લાન્ટ પરથી તેમજ બનાસકાંઠામાંથી રીફીલ કરાવીને વિનામૂલ્યે દર્દીઓની જાન બચાવવા માટે આપતી હતી.

જે દર્દીનું નામ તેમના સગાવહાલાનું નામ મોબાઇલ નંબર વગેરે લખીને રૂ.3 થી 5 હજાર ડિપોઝિટ લેવાતી હતી. જેનો 101 જેટલા દર્દીઓ લાભ મેળવી ચૂક્યા છે.પરંતુ આ પછી જિલ્લા તંત્ર દ્વારા સંખારી પ્લાન્ટ ઉપરથી બોટલ ભરી આપવાનું બંધ કરતા સેવા અટકી છે. તંત્ર અમને પરમીશન આપશે તો દર્દીઓને એકલા છોડીને તેમના સંબંધીઓને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું ન પડે તે માટે સંસ્થાના કાર્યકરો બોટલ જે તે હોસ્પિટલમાં જઈને પહોંચાડવા સુધી અમારી તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો